________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ.
(૪૩) આ પ્રમાણે શ્રીમાન કુમારપાળભૂપાળની પ્રતિજ્ઞા સાંભળી મહ
રાજા બહુ ક્રોધાતુર થઈ ગયા અને મેઘ જલને મહારાજય. જેમ તે વીરધુરંધર પોતાનાં અસ્ત્રોની વૃષ્ટિ કરવા
લાગ્યું ગ્રીષ્મ કાળને સૂર્ય તીવ્રકિરવડે સરેવરેને જેમ શ્રી કુમારપાલરાજા અતિ દારૂણ પ્રત્યસ્રોવડે તે અસ્વરૂપ જળને શેષતે હતા. વળી મેહરાજાએ પરસ્ત્રી વ્યસનાદિક જે જે અસ્ત્ર નાખ્યાં તે સર્વગથી ગુપ્ત એવા રાજાના અંગમાં પાષાણુમાં જેમ કુંઠિત થઈ ગયાં. ત્યારબાદ મેહરાજાનાં સમસ્ત અસ્ત્રો ક્ષીણ થઈ ગયાં, જેથી તે ભ્રષ્ટબુદ્ધિની માફક બહુવિચારમાં પડશે કે હવે હું શું કરું? અને કયાં જાઉં? એમ ગભરાટમાં પડી ગયે તેટલામાં શ્રી કુમારપાલરાજર્ષિએ મેહને ઉદેશી એવું બ્રહ્માસ્ત્ર માર્યું કે, સર્વના દેખતાં લીબ-નપુંસકની માફક તે એકદમ રણસંગ્રામમાંથી નાશી ગયે. તે સમયે જય, જય, એમ બોલીને મેઘ પંકિતની માફક શાસન દેવતાએ શ્રીમાનકુમારપાલભૂપાલના મસ્તક ઉપર પુષ્પવૃષ્ટિ કરી. પછી શ્રીકુમારપાલરાજા શ્રીમા ધર્મરાજાનો રાજ્યાભિષેક કરી ગુરૂને વાંચવા માટે આવ્યા, ત્યારે ગુરૂએ કહ્યું કે;- . सत्पात्रं परिचिन्त्य धर्मनृपतिस्तुभ्यं स्वपुत्रीं ददौ,
तद्योगात्त्वमनायथास्त्रिभुवने श्लाघ्यप्रियासङ्गमः । स्मृत्वाऽस्योपकृतिं निहत्य च रिपुं मोहाख्यमत्युत्कटं,
राज्येऽप्येनमधाः कृतज्ञ ! सुचिरं चौलुक्य ? नन्द्यास्ततः ॥१॥
“શ્રીમાન ધર્મરાજાએ ત્વને સત્પાત્ર જાણીને પોતાની પુત્રી આપી, તેના વેગથી તું ત્રણે લોકમાં ઉત્તમ સ્ત્રીના સમાગમવાળે થ, એના ઉપકારનું સ્મરણ કરીને હેં અતિ પ્રચંડ મેહ શત્રુને માર્યો અને આ શ્રીધર્મરાજાને રાજ્યમાં પણ બેસાર્યો, માટે હે કૃતજ્ઞ? ગુર્જરેશ? તું ઘણુ કાલ સુધી આનંદ ભેગવ.”
For Private And Personal Use Only