________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટમસર્ગ. દાન આપવું તે પણ દુઃખી જનને બહુ ઉપકારક હોવાથી ઉત્કટ પુણ્યદાયક થાય છે. જેના માટે જગના અધિપતિ શ્રીમાન જીતેંદ્ર ભગવાન પણ ઉંચો હાથ કરે છે તેવા ઉત્તમ પ્રકારના દાનને મહિમા કહેવાને કોણ સમર્થ થાય ? જેમકેवपुरनुपमरूपं भाग्यसौभाग्ययोगः,
समभिलषितसिद्धिर्वैभवं विश्वभोग्यम् । सुखमनिशमुदारं स्वर्गनिःश्रेयसाप्तिः, __ फलमविकलमेतद् दानकल्पद्रुमस्य ॥ १ ॥
“અનુપમ રૂપવાળું શરીર, ભાગ્ય અને સૌભાગ્યને સંગ, અભીષ્ટસિદ્ધિ, વિશ્વમાં ભેગવવાલાયક વૈભવ, હંમેશાં ઉદાર સુખ તેમજ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ એ સર્વ દાનરૂપ ક૯૫૯મ નું અખંડિત ફલ છે.” વળી સર્વથી અથવા દેશ થકી પણ જે બ્રહ્મચર્યવ્રત પાળવું તે શીલવ્રત કહેવાય છે. આ શીલવત કીર્તિ વધારવામાં મુખ્ય સ્થાને ગણાય છે. તેમજ શીલવ્રતની તુલના કરવા માટે ક૯૫૬મ કેવી રીતે શકિતમાનું થાય? કારણ કે, જે શીલવત, કલિયુગમાં પણ સેવન કરવાથી કલ્પનાતીત-કલ્પના રહિત ફલ આપે છે. તેમજ વિવિધ પ્રકારની ઈષ્ટ વસ્તુઓમાં મન અને ઇદ્રિ. યેની ઈચ્છાને જે રેધ કરે છે તે તપ કહેવાય છે અને તે તપ પાપ સમુદ્રનું પાન કરવામાં અગત્યમુનિ સમાન હોય છે. દુર્ભાગીની માફક જેમની મુકિતરૂપી સ્ત્રી ઈચ્છા કરતી નથી તેમને પણ તે તપ ઉત્કૃષ્ટ ભાગ્ય આપનારું થાય છે. તેમજ દાનાદિક ધર્મ કાર્યોમાં માનસિક અત્યંત પ્રીતિ રાખવી તે ભાવ કહેવાય અને તે ભાવ ભવ-સંસારરૂપી વાદળાંને વિખેરવામાં પવન સમાન હોય છે. જેમ લવણ વિનાનું ભજન બહુ સ્વાદિષ્ટ હેતું નથી તેમ સમગ્ર દાનાદિક પણ એક ભાવ વિના રૂચિકર થતાં નથી. નરેંદ્ર? આ
For Private And Personal Use Only