________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાળચરિત્ર. પ્રમાણે બુદ્ધિમાન પુરૂષ મન, વચન અને કાયાવડે ચાર પ્રકારના ધર્મનું આરાધન કરતો છતે રાજ્યશ્રી ભેગવી વિકમરાજની માફક મુકિતશ્રીને પામે છે. લક્ષમીથી ભરપૂર ધાતકી ખંડના ભરતક્ષેત્રમાં શિવપુર
નામે નગર હતું, તે સમસ્ત પૃથ્વીનું એક વિક્રમરાજા. આભૂષણ હતું, જેની અંદર શક રહિત લેકે
વસતા હતા, તેમજ હંમેશાં વિપત્તિ રહિત સંપત્તિઓ, દુઃખરહિત સુખ અને રેગના ઉદ્દભવ વિના ભેગો હતા. વળી તે નગરમાં ચંદ્રસમાન યશ અને કાંતિથી વિરાજમાન સજજનને શાંતિ આપવામાં ચંદ્ર સમાન હરિશ્ચદ્રનામે રાજા હતા. વિરૂદ્ધ રાજાઓના નિર્મલ યશનું ભજન કરતો પણ જેને ખડ્ઝ કાલસમાન દીપતો હતો એ મહાટું આશ્ચર્ય હતું. શીલરત્નને ધારણ કરતી રોહિણી નામે તેની સ્ત્રી હતી, જેણીએ સૈભાગ્યના અદ્ભુત વૈભ વડે રોહિણનો પરાજય કર્યો હતે. તેજ નગરમાં ત્રિવિક્રમ-વાસુદેવ સમાન મહાન પરાક્રમી વિક્રમ નામે એક રજપૂત હતા. પરંતુ તે દુરંત દારિદ્રથી પીડા ચેલે હતો. વળી તે નાના પ્રકારના ઉપાયોમાં બહુ કુશળ હતું છતાં પણ નિર્ભાગ્યના શિરોમણિસમાન કોઈપણ ઠેકાણેથી તે ધન મેળવી શકે નહીં. જેથી બહુ દાતુર થઈ તે વિચાર કરવા લાગ્યો. અરે? એક ધનવિના આહાર શર્યાદિક સમગ્ર ગુણે અંકવિનાના બિંદુ-મીંડાઓ જેમ નિરર્થક થયા છે. હું માનું છું કે; આ દુનિયામાં સર્વને સંજીવન ઔષધ એક ધનજ છે. કારણ કે, જેના દર્શ નથી પણ મનુષ્ય જીવે છે એ મોટું આશ્ચર્ય છે. નિર્ધનપણાથી બીજુ કે દુખ નથી અને ધનથી અન્ય કોઈ સારૂ નથી એમ જાણી બુદ્ધિમાન પુરૂષાએ ઉત્તમ પ્રકારે ઘણું ધન સંપાદન કરવું.
For Private And Personal Use Only