________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૪૨૧ ) શરીરમાંથી પરૂ વહેવા લાગ્યું, ગાઢ કર્દમ-કાદવ સમાન શ્યામ શરીરને રંગ થઈ ગયો. તેવા કુકને જોઈ રાજાને સંસાર તથા પિતાના શરીર પર વેરાગ્ય થયો, પરંતુ અહદ્ધર્મ–જેનધર્મને વિષે કિંચિત્ માત્ર પણ અભાવ થયે નહીં, પોતાના કર્મથી ઉપાર્જન કરેલું સુખ દુઃખ થાય છે, એમ વિચાર કરતા મહા બુદ્ધિમાન ભૂપતિને દેવી ઉપર પણ બીલકુલ ધ થયે નહીં. શ્રી કુમારપાલ રાજાએ ઉદયનમંત્રીને બોલાવી દેવીનું સર્વ
વૃત્તાંત નિવેદન કર્યું, પછી પોતાનું શરીર ઉદયનમંત્રી. બતાવ્યું. રાજાનું શરીર જોતાં જ મંત્રીનું હૃદય
બહુ કંપવા લાગ્યું, ખરેખર મહેોટા પુરૂષેનું દુઃખ જોઈ કેનું હદય દુ:ખી ન થાય? પછી રાજાએ મંત્રીને કહ્યું, જેવી રીતે આ જૈનધર્મમાં હારા લીધે નવીન કલંક મહને પડે છે, તેવી રીતે આ કુછ રેગથી હને પીડા થતી નથી. વળી આ વાત જાણશે એટલે અન્યમતિકો એમ કહેશે કે, રાજાએ જૈનમતને સ્વીકાર કર્યો તેનું ફલ તેને મળ્યું, આખું શરીર કુષ્ઠ રેગથી ગંધાય છે. આથી બરાબર યાદ રાખવાનું છે કે, જે માણસ શિવધર્મને ત્યાગ કરી જૈન ધર્મને સ્વીકાર કરે છે તે શ્રી કુમારપાળ રાજાની માફક આ લેકમાં પણ મહા કષ્ટનો પાત્ર થાય છે. આપણું સૂર્યાદિ દેવની સ્તુતિ કરવાથી કુષ્ઠાદિ રંગની તત્કાળ શાંતિ થાય છે અને અરિહંતની સેવાથી તે તે રેગે પ્રગટ થાય છે. એ પ્રમાણે કુતીથીઓ આપણી નિંદા કરશે. માટે આ વૃત્તાંત શત્રુઓના સાંભળવામાં ન આવે તેટલામાં નગરની બહાર જઈ હું
હારા દેહને અગ્નિમાં તૃણની માફક બાળી નાખીશ. ઉદયનમંત્રી બલ્ય, સ્વામિન્ ? આ મરણની વાર્તા તમે વૃથા શા માટે કરે છે? દેવીને સર્વ ઈચ્છિત ભેગ આપીને જલદી પ્રસન્ન કરે. વળી નક્ષત્ર તથા તારાઓનું સ્થાન જેમ આકાશ છે તેમ પ્રાણેનું સ્થાન
For Private And Personal Use Only