________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસ.
(૪૧૯ )
પ્રભાતમાં તે પશુઓને વેચી તે દ્રવ્યવડે દેવતાઓના ભાગ કરા વવે. પ્રાણીએની માતા સમાન ઉદાર એવી શુરૂની વાણી સાંભળી રાજાએ તે પ્રમાણે સર્વ કાર્ય કરાવ્યું. સવારમાં દ્વાર ઉઘાડીને અંદર જોયું તેા ધરાએલાંની માફક અત્યંત કૂદતાં પશુઓને જોઈ રાજર્ષિ–શ્રીકુમારપાલે પૂજારાઓને કહ્યું; રે રે દુષ્ટા મ્હે તમારૂં ચરિત્ર જાણ્યું કે; તમેજ કસાઇઓની માફક નિ ય થઈ આ પશુઓના ધાત કરાવા છે. જો દેવીએને માંસનુ પ્રત્યેાજન હાત તા લિદાનમાં આપેલા આ પશુઓને આ દેવીએ પોતે કેમ ન મારે ? લેાકમાં કહેવત છે કે; પોતે નષ્ટ થયેલા કેટલાક પુરૂષા ખીજાઓને પણ મારે છે, એ વાર્તા પાષ્ઠિ એવા તમાએજ સત્ય કરી, રે અધમે? પ્રથમ તમારાથી હું છેતરાયા, હવેહુ તત્ત્વના જાણકાર થયા છું, માટે મ્હને કેવી રીતે છેતરશેા? કારણકે; ચાર લેાકેા જાગતાને લુંટી શકતા નથી. ત્યારબાદ તે સર્વ પશુઆને વેચી તેના દ્રવ્યથી તત્કાલ તેણે ગેાત્ર દેવીઓના ભાગ કરાબ્યા. દશમીના દિવસે ઉપવાસ કરી ભૂપતિ પેાતાના સ્થાનમાં શ્રીજીનેદ્ર ભગવાનનું સ્મરણ કરતા ચુનીંદ્ર જેમ ધ્યાનમાં બેસી ગયા.
શ્રીકુમારપાલરાજા એકાગ્ર ચિત્તે ધ્યાન કરતા હતા, તેવામાં પોતાની કાંતિ વડે દીપસહિત હાય તેમ મદિકટેશ્વરીદેવી. રને પ્રકાશિત કરતી અને હસ્તમાં ત્રિશુલને ધારણ કરતી કાઇક દૈવી આકાશમાર્ગે ઉતરી ત્યાં આવી. રાજાને તે કહેવા લાગી. નેત્ર ઉઘાડી તું જો, કૅટે શ્વરી નામે હું હારી કુલદેવી આવી છું. રાજન્? આજસુધી હારા પૂર્વજો અને તું પણ જે અલી અમને આપતા હતા તે પશુ વિગેરેને હાલમાં કેમ તમે આપતા નથી ? પેાતાના કુલક્રમના લેાપ કરી જે ગાત્રદેવીનું અપમાન કરે છે તે પુરૂષ અલ્પ સમયમાં બ્રાહ્મણના શાપથી જેમ તે દેવીના કેપથી નાશ પામે
For Private And Personal Use Only