________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૦)
શ્રીકુમારપાળચરિત્ર. છે, જે તું હારા કલ્યાણની ઈચ્છા રાખતા હોય તે જલદી હુને પ્રસન્ન કર, નહી તે કાપવન્તિ વડે ઘાસની માફક તને બાળી નાખીશ. તે સાંભળી દઢ વૈર્યવાન રાજા બોલ્યા, દેવિ ? હું ધર્મતત્ત્વ સમ્યક્રરીતે જાણું છું, તેથી હારા માટે હું જીવહિંસા કરીશ નહીં, જેનધર્મ જાણ્યા સિવાય મહે પ્રથમ જે પ્રાણુ વધ કર્યો, તે પણ મ્હારા હૃદયને અગ્નિ જવાળાની માફક અત્યંત બાળે છે. એક પણ પ્રાણીને વધ કરવાથી અનંત પાપ થાય છે, એમ જાણતો છતે હું યમની માફક અનેક પ્રાણીઓને વધ કેવી રીતે કરૂં ? ત્યારે પણ આ પ્રાણુઓનો વધ કરાવ ખરેખર ઉચિત નથી, કારણકે, દેવી દયાલુ હોય છે એમ લોકમાં અને શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. વળી જેઓ પોતે ઘાત કરનાર હોય છે તેઓને પણ હારે વારવા જોઈએ, તેમજ જેઓએ જીવહિંસાને ત્યાગ કર્યો હોય તેમની પાસે પ્રાણુ વધ કરાવે તે કાર્ય હને બીલકુલ ઘટતું નથી, દયાના જીવાડનારા સંત પુરૂષે કદાચિત પ્રાણુ વધ કરે તો પ્રકાશ કરનાર સૂર્યના કિરણે અંધકારની પુષ્ટિ કરે તેમાં શી નવાઇ? હે દેવિ? કપૂર પુષ્પાદિમય હારી ગ્ય પૂજા હેં કરી છે, અને પ્રાવધ તે પ્રાણુતમાં પણ હું કરવાનો નથી, એવો મહારે નિશ્ચય છે. એમ બોલતા રાજની ઉપર કુલદેવી કોપાયમાન થઈ અને તેના મસ્તકપર ત્રિશૂળ મારી દુર્દશાની માફક તે અંતર્ધાન થઈ ગઈ. ત્રિશૂલના ઘાતથી રાજાના સર્વ શરીરે એકદમ કુછ નીકળ્યા.
જેથી બહુ પીડા થવા લાગી, દેવીઓને કે કુરેગ. બહુ વિષમ હોય છે. કુષ્ઠ રોગને લીધે રાજાની
નાસિકા ચીપટી થઈ ગઈ, કાન ગળી ગયા હોય તેમ દેખાવા લાગ્યા, હાથથી ઉત્પન્ન થયેલી છતાંએ આંગળીઓ ગળી ગઈ હોય તેમ ભાસવા લાગી, ફુટેલા ફલ્લાની માફક તેના
For Private And Personal Use Only