________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૮)
શ્રીકુમારપાળચરિત્ર. મિથ્યાત્વાદિ સુભટેથી પરિવૃત અને સાક્ષાત્ ત્રાસની મૂર્તિ હેયને શું? તેમ મનથી પણ નહી છતાય તેવા મેહ મહારાજને જોઈને પણ શાનાદશદૂત કિંચિત માત્ર પણ ભય પામ્યા નહીં. અને પિતાને કહેવા લાયક વચન છે કે, રે મોહ? પ્રથમ સૈન્ય સહિત ત્યારે જેણે પરાજય કર્યો હતો તે શ્રીહેમચંદ્રસૂરિના ચરણકમલમાં ભ્રમર સમાન શ્રી કુમારપાળરાજા હને જીતવા માટે હારા નગરની પાસમાં આવેલો છે, અને એણે હુને અહીં મોકલ્યા છે. મહારે હુને એલટું જણાવવાનું છે કે, સમગ્ર જગને આક્રમણ કરી ઉન્મત્ત થચેલાë શ્રીમાન ધર્મરાજાને પોતાના સ્થાનમાંથી ભ્રષ્ટ કર્યો છે. તેથી તે નિરાશ થઈ શ્રી હેમચંદ્રસૂરિ પાસે આવ્યું. સૂરીશ્વરના વચનથી પોતાની પુત્રી કૃપા તેણે ચાલુકયરાજ સાથે પરણાવી છે. હવે કૃતજ્ઞતાને લીધે તે શ્રીકુમારપાલરાજા પિતાના સાસરાને પુનઃ રાજ્યાભિષેક કરવા પ્રયત્ન કરે છે. કારણ કે, “સપુરૂષોની રીતિ પ્રીતિને વધારવા માટે એવી જ હોય છે,”તેમજ પોતાના સૈન્ય સાથે શ્રીમાન ધર્મરાજા પણ જયની ઈચ્છાથી તેની પાસે આવેલ છે, માટે જલદી તું ત્યાં આવી તેની આજ્ઞાને સ્વીકાર કર. નહિ તે હાથી મૂળ સહિત વૃક્ષને જેમ શ્રીયુત કુમારપાલરાજા સેન્ચ સહિત ત્યારે ક્ષણમાત્રમાં જરૂર નાશ કરશે. આ પ્રમાણે દૂતનું વચન સાંભળી મથન કરાતા સમુદ્રની માફક સર્વ સભા ખળભળી ઉઠી અને ગર્વ વડે આંધળા થયેલા ક્રોધાદિક આ પ્રમાણે બોલ્યા રે રે ?? ખરની માફક વાચાલ આ કેણુ મૂખ અહીં આગળ ભેંકે છે? ગળું પકડી ને ખુબ જોરથી એને મારે શું જોઈ રહ્યા છો ? બાદ મિથ્યાત્વાદિ સુભટો તેને મારવા માટે ઉઠયા, તેમને નિવારણ કરી શ્રીમાન મહરાજાએ દૂતને કહ્યું, રે રે? અધમ? જગતને જીતનાર હું અહીં દ્રની માફક આનંદ કરું છું તે હારા હેમચંદ્રસૂરિએ કયા મોહને પરાજય કર્યો ? તે તું કહે તે ખરે? વળી આ કુમારપાલરાજા સંગ્રામની ઈચ્છાથી અહીં આવ્યા છે તે એગ્ય છે,
For Private And Personal Use Only