________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અષ્ટમસ
(૪૩૭ )
વિચાર કરી સદ્ધયાનરૂપી પેતાના સેનાપતિ પાસે તેના સમગ્ર સૈનિકાને તૈયાર કરાવ્યા. ત્યારબાદ ભગિનીપતિ-બનેવીની સહાયથી ધર્મરાજાના પુત્ર શમાર્દિક શ્રીષ્મરૂતુમાં સૂર્ય કિરણ જેમ તેજસ્વી થઈ કુદવા લાગ્યા. ઔચિત્યરૂપ છત્ર, ન્યાય અને સદાચારરૂપ ઉત્તમ ચામર, સત્યરૂપ અકતર અને જ્ઞાન તથા તપ આદિક આયુધને ધારણ કરી શત્રુઓને ઉચ્છિન્ન કરવાની અભિલાષાવાળા શમાક્રિક મ્હોટા પરિવાર સહિત શ્રીધર્મ રાજા શ્રદ્ધારૂપ હાથીપર બેઠા. તેમજ યાગવડે ગુપ્ત છે અંગ જેના, જીનાજ્ઞાને મસ્તકે વહન કરતા, સત્વરૂપ ખડ્ગને વહન કરતા, શુદ્ધબ્રહ્માસ્ત્રવડે દેદીપ્યમાન છે કાંતિ જેની, વિવેકરૂપ પ્રચ’ડ ધનુ, મૂલ અને ઉત્તરગુણુરૂપી ખાણુ, ભાવનારૂપ અદ્ભુત શસ્ત્રી–રિકા, તેમજ માધ્યસ્થ્યરૂપ તીક્ષ્ણલાલાને ધારણ કરતા, વળી શ્રીમાšમચ દ્રસૂરિએ કરી છે રક્ષા જેની અને સર્વ સાધુઓએ આપ્યા છે આશીર્વાદ જેને એવા શ્રીયુતકુમારપાલભૂપતિ સાક્ષાત્ પરાક્રમની મૂર્ત્તિ હાયને શું? તેમ વૈરાગ્યરૂપ હાથીપર આરૂઢ થયા. શ્રેષ્ઠ દિવસે સૈન્ય સહિત શ્રીધ રાજાની સાથે ગુર્જરેદ્ર માહરાજાને જીતવા માટે મનવડે પ્રયાણ કર્યું. તે સમયે માદવ, આ વ, સામ્યત્વ, વિનય અને અભિગ્રહ વિગેરે તેના મુખ્ય સુભટ થયા. માહપુરની નજીકમાં જઇ કાઇપણ સ્થલે નિવાસ કરી શ્રીમાન કુમારપાલે બંનેના અભિપ્રાય જાણી પાતે ઉત્તર આપે અને સદિષ્ટ કાર્ય સિદ્ધ કરે એવા જ્ઞાનદર્પણનામે દૂતને માહરાજા પાસે મેાકલ્યા. જ્ઞાનદર્પણ રાજદ્વારમાં ગયા. દુર્ગાનવેત્રી છડીદાર તેને આગળ કરી માહરાજાની સભામાં લઇ ગયા.
માહરાજ અને
નાનાદ દૂત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શારીરિક તેજવર્ડ દુ, ઉત્કૃષ્ટ વૈભવથી વિરાજીત, દુષ્ટ દૃષ્ટિ વિષ સર્પની માફ્ક દૂરથી પણ દુ:ખે જોવાલાયક, જગતના જય કરવામાં ઉદ્ધૃત એવા ક્રોધાદિક પુત્રાવર્ડ યુકત, અનુચિત વકૅ સમાન ઉલ્લ ઠ એવા
For Private And Personal Use Only