________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦)
શ્રી કુમારપાળચરિત્ર. તૈયાર થયેલા મિથ્યાત્વાદિયોદ્ધાઓ તેની પાછળ ચાલ્યા, શ્રીમાન કુમારપાળરાજાના સૈન્યની આ બાજુએ પોતાના લશ્કરને પડાવ કર્યો. પછી મંત્રી તથા પિતાના પુત્રને બોલાવી મેતરાજાએ કહ્યું, અહો ? આ એક આશ્ચર્ય છે, તમે જીવતા છતાં કેમ દેખતા નથી ! પુરૂષામાં પશુસમાન કઈક કુમારપાળ દેહને પણ જીતવાની ઈચ્છા કરે છે. અહી ? ઇંદ્રાદિક પણ જેના દાસ થઈ રહા છે તેની સાથે હાલમાં આ માણસ યુદ્ધ કરવા તૈયાર થયા છે. “દેવનું કાર્ય તે જુઓ?” વળી મહને આ એક મોટી ચિંતા છે કે, ત્રણેકના બળને હરણ કરનાર આ મહારાભુજ મનુષ્ય કીટને કેવી રીતે મારશે? એ પ્રમાણે શ્રી કુમારપાળભૂપાલની અવજ્ઞા કરવામાં તત્પર થયેલા પોતાના સ્વામીને જોઈ મિથ્યાશ્રુતનામે મંત્રીએ તેને સમર્થિત ઉપદેશ આપે. દેવ? “મનુષ્ય કીટ’ એમ બેલી તું રાજર્ષિનું અપમાન કરીશ નહીં, લોકમુખથી સાંભળ્યું છે કે, આ શ્રી કુમારપાળરાજા કેઈપણ પરમાત્માને અંશ છે. વળી તહારો મહિમા જાણે છે છતાં પણ જે તહારા શત્રુને સાથે લઈ તન્હારી સાથે યુદ્ધ કરવા આવ્યો છે તે સામાન્ય કેમ હશે? તેમજ હે સ્વામિન! તહારી પુત્રી-હિંસાને એણે દેશ બહાર કાઢી મૂકી છે તે તમે જુએ છે. અને ઘૂતાદિક તમારા મિત્રોની જે દુર્દશા કરી છે તે હું તમને શું કહું! વળી દેવસમાન એના ગુરૂ એની પાછળ રહેલા છે, માટે દેવપણ પોતે એને જીતવાને સમર્થ નથી. પછી બીજાની તો વાત જ શી? એનાજ બલવડે ધર્મરાજા પણ વૈરને બદલે લેવા આવ્યું છે. સમય ઉપર કે બુદ્ધિમાન પિતાની કાર્યસિદ્ધિ ન કરે? માટે હે સ્વામિન્ ? આ યુદ્ધનો સમારંભ વસ્તુતઃ સારો નથી. એમ કહી મંત્રી મન રહ્યો એટલે મેહરાજાના પુત્રો એકદમ ક્રોધાયમાન થઈગયા. પછી ક્રોધ બે , શી ભીતિ છે? હુને કહો? વડવાન
For Private And Personal Use Only