________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૬)
શ્રી કુમારપાળચરિત્ર. પામીને હું પોતાનું દક્ષિણ––ચાતુર્યવાગેતરત્વ બંને પ્રકારે બેતાવ્યું. શાસ્ત્રમાં કહેલા શ્રાવકના ગુણરૂપી કલશશ્રેણિ-ચૅરી કરીને વિચારરૂપ ભવ્ય તારણેથી શણગારેલી શ્રદ્ધામય વેદી ઉપર પ્રબોધ રૂ૫ અગ્નિમાં તત્વરૂપ ઘીને હોમ કરી પૂજ્ય ગુરૂશ્રીએ વધુ સહિત રાજાને વેદિકાની પ્રદક્ષિણા કરાવી. પછી હસ્ત મેચન સમયે ધર્મશજાએ જમાઈને સૌભાગ્ય–સર્વજીવ પ્રિયત્વ, દીધાયુષ, અનેક પ્રકા ૨નું બલ અને સખ્ય આપવું. એ પ્રમાણે વિવાહ મંગલ મહોત્સવ પૂર્ણ થયા બાદ શ્રીમાન કુમારપાળે ગુરૂમહારાજના ચરણકમલમાં પ્રણામ કર્યો, ત્યારે સૂરીશ્વરે રાજર્ષિને આશીવાદ આપે– या प्रापे न पुरा निरीक्षितुमपि श्रीश्रेणिकाद्यैर्नृपः,
कन्यां तां परिणायितोऽसि नृपते ? त्वं धर्मभूमीशितुः । अस्यां प्रेम महद्विधेयमनिशं खण्ड्यं च नैतद्वचो
यस्मादेतदुरुप्रसंगवशतो भावी भृशं निर्वृतः ॥ १ ॥ “હે નરેંદ્ર ? પૂર્વકાલમાં શ્રીમાન શ્રેણિકાદિ મહારાજાઓએ જેનું દર્શન પણ કર્યું નહોતું તે શ્રાધર્મરાજાની કન્યા તને પરણાવી છે, એની ઉપર હારે હંમેશાં બહુ પ્રેમ રાખો અને કઈ દિવસ એના વચનનું ખંડન કરવું નહીં, કારણ કે એને બહુ પ્રસંગ કરવાથી તે અનંત સુખ પામીશ.” ત્યાર બાદ શ્રીકંમારપાળરાજા ગુરૂને નમસ્કાર કરી પિતાના ઘેર ગયા અને તેજ સમયે વિધિપૂર્વક કરૂણાદેવીને પટ્ટરાણીનું સ્થાન આપ્યું. સર્વોત્કૃષ્ટગુણે વડે ચિત્તને આનંદ આપતી કરૂણાને જોઈ રાજા પોતાના સ્વભાવની માફક કોઈપણ સમયે તેને છોડતો નહતે. પિતાના પતિને અતિપ્રસન્ન થયેલા જાણે શ્રીકરૂણાદેવી
બેલી, પ્રિય? મહરાજાનો પરાજય કરી ધર્મરાજસ્થાપના. ફરીથી હારા પૂજ્ય પિતાશ્રીને તેમના પવિત્ર આ
સ્થાનમાં બેસારે. એમ શ્રીકરૂણાદેવીનું વચન સાંભળી શ્રીકુમારપાલરાજાએ તે જ વખતે શ્રીમાનધર્મરાજા સાથે
For Private And Personal Use Only