________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૪)
શ્રી કુમારપાળચરિત્ર. સાગર અને હદયમાં સમ્યક્ત્વને ધારણ કરતે જે રાજા આલેકમાં “પરમહંત” એ પ્રમાણે પંડિત વડે હંમેશાં અતિશય ગવાય છે. દોષ રહિત વિદ્યાદિક ગુણવડે વરમાં શિરેમણિ સમાન તે શ્રી કુમારપાલરાજા હાલમાં પાણિગ્રહણ માટે હારી પ્રાર્થના કરે છે. માટે હે ભદ્દે! વિશ્વને રંજન કરનાર આ રાજાને પરણી ચંદ્ર સાથે મુદી જેમ હર્ષ સહિત તું અચ્છા પ્રમાણે તેની સાથે ક્રીડા કર. નાકની ટીસી મરડી શ્રી કુમારપાલ ઉપર અરૂચિ જણાવતી
કરૂણા તે દૂતી પ્રત્યે બેલી, આ રાજાની સ્તુતિ કરણાવૈમનસ્ય. કરી તું શું હુને છેતરે છે? રાજા સાથે સ્ત્રીઓને
વિવાહ સુખદાયક થતું નથી. રાજા પરણીને બહુ સ્ત્રીઓ પર રક્ત થઈ પ્રાયે પૂર્વ ભવના વૈરીની માફક ફરીથી સ્ત્રીના સ્વામું જોતો નથી, કુંવારી જ સ્ત્રી સારી અથવા દીક્ષા લેવી સારી, પરંતુ બહુ શક્યોના દુ:ખથી પીડાયેલી રાજાની સ્ત્રી સારી નહીં. જે રાજાને જ વરવાની હારી ઇચ્છા હતી તે ત્રણ લોકમાં પ્રસિદ્ધ લક્ષમીવાળા રાવણાદિક રાજાઓને શામાટે હું નવરત? માટે પતિ અથવા પુત્ર રહિત સ્ત્રીનું ધન, હિંસા અને ઘતાદિક વ્યસન નેનો ત્યાગી, તેમજ સત્યાદિ ગુણેને ભંડાર જે હોય તેજ પુરૂષ હારે પતિ થાય. એમ કૃપાનું વચન સાંભળી રાજાની ઇચ્છા કંઈક પલ્લવિત થશે” એ પ્રમાણે પિતાના હૃદયમાં જાણતી દૂતી પ્રમુદિત થઈ ફરીથી બોલી, ભદ્દે ? આ કાર્ય સિદ્ધ થયું, કારણકે હારા કહેવા પ્રમાણે ગુણવાન આ ભૂપતિ ખરેખર હારે પતિ થવાને લાયક છે. વળી અભયાદિક વસ્તુને ત્યાગ કરી ત્યારી પ્રીતિને માટે જેમ સ્વદેશ અને પરદેશમાં આ રાજાએ હિંસાદિ. કનો ત્યાગ કરાવ્યો છે. પછી શ્રી કુમારપાલને પોતાને ઉચિતમાની લજજાને સ્વાધીન થઈ કૃપા પ્રસન્ન થઈ બેલી, આ વાતમાં હું કંઈ જાણું નહી, પરંતુ સર્વ હકીકત મ્હારા પિતા જાણે.
For Private And Personal Use Only