________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૨)
શ્રી કુમારપાળચરિત્ર. પણ સમયે શક્તિમાન્ થતા નથી. શત્રુઓને ચરવામાં દીક્ષિત થયેલો ભશાન નામે સેનાપતિ છે. તાત્કાલિક સિદ્ધિ કરનારા સમ્યકત્વ વગેરે તેના સૈનિકે છે. તેમજ અખિલ વિશ્વને પિતાની આજ્ઞાને સ્વાધીન કરી ધર્મરાજાને સુખવિલાસ કરતાં વિરતિસ્ત્રીને વિષે ઉન્નતિનું કારણ કરૂણાનામે એક પુત્રી થઈ. તેના જન્મથી તેનાં માતાપિતા બહુ ખેદાતુર થયાં. તે જોઈ પુત્રીના પિતામહ-દાદા સર્વજ્ઞ શ્રીજીનેશ્વરભગવાન બલ્યા, પુત્રી જન્મી એમ જાણું તમે બંને જણ હૃદયમાં શામાટે ખેદ કરે છે? આ પુત્રી વિશ્વનું જીવન હોવાથી પુત્રથી પણ સ્તુત્ય થશે. પુત્રને માટે કે વૃથા ખેદ કરે છે, કારણ કે, સૂર્ય અને અગ્નિ પિતાના પુત્ર શનિ અને ધૂમવડે હજુ સુધી પણ તાપ છોડતા નથી. સરસ્વતીએ કપ્રિય ગુણવડે પોતાના પિતાને પ્રસિદ્ધ કર્યો, તેમજ આ પુત્રી તમને પણ વિખ્યાત કરશે. વળી આ પુત્રી જેને વરશે તે પુરૂષને પણ કમલા વાસુદેવને જેમ ખરેખર ઉત્તમ પ્રતિષ્ઠાપાત્ર કરશે. એ પ્રમાણે તેને પ્રભાવ સાંભળી માતા, પિતાએ વૃદ્ધિ પમાડેલી કરૂણ ચંદ્રકલાની માફક તેમના માનસિક પ્રમોદ સાગરને વધારવા લાગી. સમલચિત્તનામે નગર છે, તેની નજીકમાં દનયનામે
કિલે છે, કિલ્લાની આજુબાજુએ દુષ્ટસેવા સમલચિત્તનગર. નામે હેાટી પરિખા છે. તે નગરની અંદર દુષ્ટ
આશયવાળે મેહનામે રાજા છે, યમની માફક જેના ભયથી સર્વ જગત્ કંપે છે. તેની અવિરતિ નામે સ્ત્રી છે, તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલા વિશ્વને દુર્જય એવા ઝેધાદિક પુત્ર છે, અને હિંસા નામે એક તેને પુત્રી છે. મિથ્યાશ્રુત મંત્રી, દુર્થોન સેનાપતિ, અને દુરપરાક્રમવાળા મિથ્યાત્યાદિક તેના સૈનિકે ગર્જના કરી રહ્યા છે. હવે ધર્મરાજાનું
For Private And Personal Use Only