________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अथअष्टमःसर्गः
અન્યદા શ્રી હેમચંદ્રસૂરિના ઉપાશ્રયની પાસે ક્રીડા કરતી
કોઈ ઉત્કૃષ્ટ કન્યાને જોઈ શ્રીકુમારપાળરાજા વિમલચિત્તનગર. મનમાં વિચાર કરવા લાગ્યા. અતિ સુકમલ
મૂર્તિને ધારણ કરતી, અત્યંત પ્રભાવને વહન કરતી, સ્નિગ્ધ સ્વભાવવડે સર્વજગને પણ આનંદ આપતી, શ્રેષ્ઠ ગુણેને નિધાન અને નિર્દોષ સ્વભાવવાળી આ દેવકન્યા સમાન હુને પ્રીતિ કરનારી કોણ વિલાસ કરે છે? વળી સ્વાધીન સુખના અંકુર સમાન આ કન્યાને જે પુરૂષ દષ્ટિગોચર કરે છે તેનું પુણ્ય પણ મનુષ્યમાં હું બહુ દુર્લભ માનું છું. ત્યારબાદ રાજાએ સૂરીશ્વરને પૂછયું, પ્રભે? દ્વારમાં આ કન્યા કેણ છે? અને હારા મનને શાથી તે આનંદ આપે છે ? કન્યા પ્રત્યે નરેદ્રને ઘણે પ્રેમ જોઈ શ્રી હેમચંદ્રસૂરિએ મૂળથી આરંભી તેની ઉત્પત્તિ કહેવાને પ્રારંભ કર્યો.
સદગુણેનું સ્થાન વિમળચિત નામે નગર છે, જેની ચારે બાજુએ વિનય નામને હટકિલે છે, અને મર્યાદા નામે પરિખા-ખાઈ છે. તેમાં અહંમ નામે રાજા છે, જેની આજ્ઞા સુર, અસુર અને નરેંદ્રો પોતાના મસ્તક પર માલ્યની માફક ધારણ કરે છે. એટલું જ નહીં પણ પોતાની સેવામાં રસિક અને લોકેત્તર વૈભવને સંપાદન કરતે જે રાજા લોકમાં “સુસ્વામી ” એવી પ્રસિદ્ધિને ધારણ કરે છે. અદ્ધર્મરાજાને વિરતિ નામે સ્ત્રી છે, તે નિર્દોષત્વનું એક
મંદિર છે. સામ્યતાવડે પ્રસિદ્ધ શમ, દમાદિક પુત્રીને તેના પુત્રો છે. શુદ્ધબુદ્ધિદાયકસિદ્ધાંત નામે
મંત્રી છે. અન્યાયી શત્રુઓ જેને ભેદવાને કોઈ
For Private And Personal Use Only