________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૪૫) પ્રકાશે છે તેની નજીકમાં કોઈ દિવસ આપત્તિરૂપ રાત્રિ આવે ખરી? અહારા વચનથી હું સર્વત્ર હિંસા નિષેધ કરાવ્યા, એ અમહારા સર્વ ઉપકારને બદલે હું વાળી આપે છે. ત્યારે કેઈપણ નિષ્કય બાકી રહ્યો નથી. તેમજ દક્ષ, નીતિજ્ઞ, ધનાઢ્ય અને શૂરવીર તે ઘણાએ હોય છે, પરંતુ પરદુ:ખથી દુઃખીઆ તો આ જગતુમાં કેઈક ઠેકાણે બેત્રણજ હોય છે. આ વિષમ સમયમાં પ્રાણાંત દુખ સહન કરીને પણ હે જે જીવદયા વ્રત પાળ્યું છે તે પ્રમાણે બીજે કઈ સાધુપણ પાળી શકે નહીં. દારિદ્ઘ અવસ્થામાં દાનની, રણસંગ્રામમાં પરાક્રમની અને પ્રાણ સંદેહમાં વ્રત પરી ક્ષાની કસોટી થાય છે. આવા દુસહ કષ્ટવડે પણ તું વીરભગવાનની આજ્ઞાથી ભ્રષ્ટ ન થયે તેથી હું નૃપ ? પરમહંત” પરમ શ્રાવક એવું તને બિરૂદ આપવામાં આવે છે. બાદ દેવતાઓને પણ દુર્લભ એવું તે બિરૂદ પામીને પિતાને કૃતાર્થ માનતે. ધર્માત્મા રાજા પોતાના મહેલમાં ગયા. કાશી દેશમાં વારાણસી નગરી છે, તેમાં શ્રીમદ ગોવિંદચંદ્ર
રાજાને પુત્ર જયંતચંદ્રનામે રાજા રાજ્ય જયંતચંદ્રરાજા કરે છે. જેના પ્રતાપરૂપ સૂર્યથી અત્યંત તપેલા,
શંકરે મસ્તક પર ગંગાને ધારણ કરી છે, તેમજ કેશવે સમુદ્રમાં વાસ કર્યો અને બ્રહ્માએ કમલાસનને આશ્રય લીધે. તે જયંતચંદ્રનું રાજ્ય સાત જનમાં પ્રસરેલું હતું. જેથી તે અન્ય રાજાઓને કિંકર સમાન ગણતો હતો. અનેક મદોન્મત્ત હાથી, ઘોડા, રથ અને પાયદળથી ભરપુર તેના સૈન્યને જોઈ લેકે ચક્રવર્તીના સૈન્યની શંકા કરતા હતા. પિતાની પાસે અસંખ્ય સૈન્ય હોવાથી જયંતચંદ્ર ગંગા અને યમુનારૂપ યષ્ટિ -લાકડી વિના ચાલવાને અશકત હતું. તેથી “પંગુરાજ”
For Private And Personal Use Only