________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪ર૮ ) શ્રીકુમારપાળચરિત્ર. હિસાનાં સાધન બનાવવાં નહીં. બાદ શ્રી કુમારપાળે મોકલેલી ભેટથી દ્વિગુણ બહુ સુંદર ભેટ આપીને કાશી રાજાએ તે મંત્રીઓને વિદાય કર્યો, તેઓ પોતાના નગરમાં આવ્યા, શ્રી હેમાચાર્યની આગળ બેઠેલા શ્રી કુમારપાળને નમસ્કાર કરી મંત્રીઓએ ભેટ મૂકી કાશીરાજાનું સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. રાજાના તે અદભુત કાર્યવડે ગુરૂમહારાજ બહુ ખુશી થયા. પછી ધર્મના ઉત્સાહ માટે તેમણે શ્રીકુમારપાળની પ્રશંસા કરી કે – भूयांसो भरतादयः क्षितिधवास्ते धार्मिका जज्ञिरे,
नाऽभून्नो भविता भवत्यपि न वा चौलुक्य ? तुल्यस्तव । भक्त्या काऽपि धिया क्वचिद् घनधनस्वर्णादिदत्त्या क्वचिद, - તેરો સ્વચ પર જ વ્યવયનીવાવ વત્ મવાર શા
“હે ચાલુક્ય? ભરતાદિક ધાર્મિક રાજાઓ ઘણાએ પ્રસિદ્ધ થઈ ગયા, પરંતુ ત્યારા સરખે કોઈ થયું નથી, કઈ થવાને નથી અને વર્તમાનમાં પણ કેઈ નથી. કારણકે, હેં સ્વદેશ અને પરદેશમાં પણ કોઈ ઠેકાણે ભક્તિ-બહુમાન વડે, કેઈ ઠેકાણે બુદ્ધિવડે અને કોઈ ઠેકાણે બહુ દ્રવ્ય સુવર્ણાદિકના દાનવડે જીવન રક્ષા કરાવી છે.” માટે હે નરેંદ્ર ? તું દયાધમ પાળવા અને પળાવવામાં મુખ્યતા ધરાવે છે. કરૂણારસમાં લુબ્ધ થયેલા શ્રીકુમારપાળ નરેંદ્રને જોઈ સપત્ની
-શોક્યની માફક હિંસા પિતાના મનમાં ઈષ્ય મોહરાજા. કરવા લાગી. રાજાના હદયમાં, ઘરમાં, નગ
રમાં, દેશમાં અને પૃથ્વીમાં કોઈ પણ જગાએ તેણુને રહેવાનું સ્થાન ન મળ્યું, જેથી તે હિંસા પિતાના પિતા મહરાજની પાસે ગઈ ત્યારે સભામાં બેઠેલા મેહરાજાએ આ હારી પુત્રી છે એમ નહી ઓળખવાથી અજ્ઞાતની માફક પૂછયું,
For Private And Personal Use Only