________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪ર૬), શ્રી કુમારપાળચરિત્ર એવા નામથી તે પ્રસિદ્ધ હતે. મીન-માછલાંઓનું ભેજન કરવાથી તેના દેશમાં મોટી હિંસા થતી હતી, તે સાંભળી તેના નિષેધ માટે શ્રીકુમારપાલરાજર્ષિએ બુદ્ધિ સાથે વિચાર કર્યો. પછી ઉત્તમ શિપિઓ બોલાવી તેમની પાસે સુંદર પટ–વસ્ત્ર પર શ્રીહેમચંદ્રસૂરિની મૂર્તિ ચિત્રાવી, તેની આગળ પિતાની પણ ભવ્ય મૂર્તિ ચિત્રાવી. તે પટ સાથે બે કરોડ સેનૈયા અને બે હજાર ઉત્તમ જાતિના ઘડાઓ આપી પિતાના મંત્રીઓને શિખામણ આપી કાશી દેશમાં મોકલ્યા. વારાણસીમાં ગયા બાદ મંત્રીઓ વિચારમાં પડયા કે આ
નગરી મુક્તિપુરી કહેવાય છે. છતાં પણ આ ચિત્રપટસમર્પણ. નગરના સર્વ લોકે માંસાહાર કરે છે. સમુદ્ર
કિંવા નદીના કિનારે રહેલા દેશ અથવા નગ૨માં પ્રાયે માછલાઓનો આહાર હોવાથી, લેક નિર્દય હોય છે. આ નગરની અંદર બાલગોપાલ સુધીના સર્વ લેકે જીવદયા પાળે તે દુષ્કર લાગે છે, કારણ કે પ્રચંડ પવનમાં દીપપ્રકાશન ખરેખર અશક્ય હોય છે. માટે પ્રથમ રાજના સર્વ મનુષ્યને યથેચ્છિત સુવર્ણાદિક આપી પ્રયત્નથી સંતુષ્ટ કરવા. જેથી તેઓ રાજાની આગળ આપણી પ્રાર્થનાને ભંગ કરે નહીં. એવી બુદ્ધિથી તેમણે પોતાની હોંશિયારીથી મંત્રીઓને સ્વાધીન કર્યા. પછી તેઓ જયંતચંદ્ર રાજા પાસે ગયા, દર્શન કરી તેની આગળ સુવર્ણાદિક સર્વ ભેટ મૂકી, પછી ચિત્રપટ મૂકીને ત્યાં બેઠા. કાશી નરેશે શ્રી કુમારપાલનું કુશલાદિકપુછી તે ચિત્રપટપિતાના હાથમાં લઈ આ શું છે? એમ પૂછ્યું. પ્રધાને કહ્યું, રાજન? રાજગુરૂ શ્રી હેમચંદ્રસૂરિની આ મૂર્તિ છે. અને આ તેના સન્મુખ રહેલી અમારા રાજાની મૂર્તિ છે. હે સ્વામિન ? બહુ ભક્તિવડે પોતાની
For Private And Personal Use Only