________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસ,
( ૪૧૭ )
છે, માટે હને વધ્ય પુરૂષાના મધ્યમાં ગણવા જોઇએ. આ વાત મહુ શાચનીય છે; પરતુ એક ચૂકાને માટે આ પ્રમાણે કાપાયમાન થઇને પણ હું કેવીરીતે ત્હારા ઘાત કરાવું ? માટે સર્વસ્વ દ ડવડે દુષ્ટની માફ્ક ત્હારા નિગ્રહ કરૂ છું. તેથી તું ત્હારૂં સ ધન ખરચીને આ નગરની અ ંદર તે જૂના યૂકાના કલ્યાણ માટે જલદી એક ઉત્તમ ચૈત્ય બંધાવ. જેથી આ વૃતાંત સાંભળી ચૂકાચૈત્યને જોઇ બીજો પણ કેાઈ નિ ય માણસ હારી માફ્ક પ્રાણી વધ કરે નહીં.
એ પ્રમાણે શ્રીકુમારપાળની આજ્ઞાથી માહેશ્વરવણિકે ઘણુ ધન ખરચીને પાટનગર-પાટણમાં પૃથ્વીના
ચૂકાચૈત્ય. હારસમાન ચૂકાવિહાર નામે મનેાહર–મ ંદિર ખંધાવ્યું. એમ શ્રીકુમારપાલના ચરપુરૂષાના સ’ચારથી કાઇ પણ જગાએ રાત્રીએ તેમ ઘરમાં પણ કેાઇ માણસ હિંસા કરતા નથી.એથી અને ભગવાનના તી માં જેમ મનુષ્યાની વૃદ્ધિ હતી તેવીરીતે શ્રીકુમારપાલના રાજ્યમાં પણ જલચર, સ્થળ ચર અને આકાશચારીઓની વૃદ્ધિ થઇ. તેમજ તેના રાજ્યમાં પશુ પક્ષીઓ નિ ય થઇ ક્રૂરતા હતા. જેમકે,
व्याधान् वीक्ष्य विहारिणः शिशुमृगाः स्वोक्त्या पितॄनूचिरे, यामः सान्द्रलतान्तरेष्विह न चेदेते हनिष्यन्ति नः । ते तान् प्रत्यवदन् बिभीत किमितो ? वत्साः ? सुखं तिष्ठत, श्री चौलुक्यभिया निरीक्षितुमपि प्रौढा न युष्मानमी ॥ १ ॥
“ વનની અંદર ક્રૂરતાં મૃગબાલા વ્યાધ–શીકારીઓને જોઇ પોતાની ભાષાવડે પેાતાનાં માબાપને કહેવા લાગ્યાં, અમે અહીં ગાઢ ઝાડીમાં જઇએ છીએ. નહીં તે। અમને આ નિય શીકારીએ મારી નાખશે. એમ ખાલકેાનુ' વચન સાંભળી મૃગ
૨૭
For Private And Personal Use Only