________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
શ્રી કુમારપાળચરિત્ર. તપાસ કરતા સપાદલક્ષદેશના કેઈક ગામમાં ગયા. તે સમયે ત્યાં માહેશ્વરનામે વણિક પોતાની સ્ત્રી પાસે કેશપાશ જેવરાવતે. હતો. તેના માથામાંથી તેની સ્ત્રીએ તેને એક યૂકા–જુ આપી. તેણે તે જુને મારી નાખી. દૂર રહેલા છતાં પણ તે ચરપુરૂષોએ તે બાબત પોતાની હોંશીયારીથી જોઈ લીધી, તરતજ તેઓ માહેશ્વરની પાસે આવ્યા અને ચારની માફક મરેલી જી સાથે તેને પકડી લીધો. બાદ તેઓ તેને પાટણમાં લઈ ગયા. તેમજ તેમના કહેવાથી તે વણિનું દુષચરિત્ર જાણું રાજાએ તિરસ્કાર પૂર્વક કહ્યું, રે રે નિર્દય ? સર્વત્ર પ્રાણવધને હેં નિષેધ કર્યો છે, તે તું જાણે છે છતાં પણ આ ચૂકા-જુ હું શા માટે મારી? માહેશ્વર બેલ્યો, સ્વામીની માફક હારા માથામાં માર્ગ પાડી રાક્ષસી જેમ આ જુ હારૂં રૂધિર પીતી હતી, માટે એને હે મારી નાખી. રાજાએ કહ્યું, રક્તપાન કરવાની જ એની સ્થિતિ હોય છે, તે સ્થિતિ પ્રમાણે વર્તતી આ યુકો જે મારવામાં આવે તે પિતપતાની સ્થિતિમાં રહેલા સર્વ જી પણ મારવા જોઈએ. રે! આ પશુ સરખે તું કેણ છે? રાજા મહારાજા અને ચકવતીઓમાં પણ યૂકા પોતાની દુશ્લેષ્ટા છોડતી નથી. કારણકે, દરેકને પોતાની વૃત્તિ દુરુત્યજ હોય છે. માત્ર પીડા કરવાથી આ ચૂકા છે કે, હું મારી નાખી તે એણુના પ્રાણ હરણ કરવાથી તને કેમ ન મારવો જોઈએ? પોતાની માફક સર્વને સુખદુઃખ થાય છે, એમ જાણતો છતો પણ તું હિત, અહિતને વિચાર કર્યા વિના પ્રાણને નાશ કરવાથી બીજાને શામાટે દુઃખ કરે છે? રે નિય? જે કે યૂકાને મારતાં તું પાપથી ડરતો નથી, પરંતુ હિંસકોનો ખાસ વિનાશ કરનાર એવા મારાથીયે કેમ બહીતા નથી? ખરેખર રાજાઓની આજ્ઞાને લેપ કરવો તે તેમને શસ્ત્ર વિનાને વધ કહે છે, તે હાલમાં તે પ્રમાણે વત્તનાર તું થયે.
For Private And Personal Use Only