________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૪)
શ્રી કુમારપાળચરિત્ર. દેખાવા લાગ્યાં. ગુર્જરનરેશના દયા દાક્ષિણ્યાદિ ગુણેનું વર્ણન કરતો કોઈપણ તે મહાનપુરૂષ નહોતો કે, તેની સ્તુતિ ન કરે? સ્થાપન કરેલા ધર્મની રક્ષા માટે ચેકીદારની માફક શ્રી હેમચંદ્રસૂરિએ રાજાને શિખામણ આપી. જેમકે;कोशाद्विश्वपतेर्विकृष्य गुरुणा प्राणावनादिव्रत
स्फूर्जन्मौक्तिकदामविस्तृतगुणं सम्यक्त्वसन्नायकम् । तुभ्यं दत्तमिदं महीधव १ वहन् हृद्यन्वहं जीववत् , ___ त्वं सौभाग्यभरेण मुक्तियुवतेर्भावी प्रियंभावुकः ॥१॥
હે ભૂપતે? વિશ્વપતિના ભંડારમાંથી વિસ્તૃત ગુણવાળે અને સમ્યક્ત્વરૂ૫ મધ્યમણિથી વિભૂષિત અહિંસાદિવ્રતમય દેદીપ્યમાન આ મુક્તાહાર ગુરૂએ તને આપે છે. તેને જીવની માફક હંમેશાં હૃદયમાં ધારણ કરતા તું અત્યંત સૌભાગ્યવડે મોક્ષ યુવતિને વલભ થઈશ.” તે સમયે સંઘ તરફથી અત્યંત દુર્લભ “ધર્માત્મા અને રાજર્ષિ” એવાં બે નામ પ્રસાદની માફક તેને પ્રાપ્ત થયાં. ત્યારબાદ ભૂપતિએ અન્ય દેવોનો ત્યાગ કરી હૃદયમાં અને ઘરમાં પણ ગુરૂપાદુકા સહિત છનેશ્વરભગવાનની પ્રતિમાઓનું સ્થાપન કર્યું. ત્રણે કાળે તે મૂર્તિઓનું હંમેશાં કપૂરપુષ્પાદિવડે પૂજન કરી પોતાના આત્માને સુકૃતરૂપ સુગંધસંપત્તિવડે સુવાસિત કરતો હતો. તેમજ અષ્ટમી આદિ સર્વ પર્વદિવસેમાં અષ્ટપ્રકારી ઉત્તમ પૂજાવડે જીનેંદ્રભગવાનની પૂજા કરી આઠ કર્મોને શિથિલ કરતે હતો. બારવ્રત, સમ્યક્ત્વ અને જ્ઞાનાદિકના (૧૨૪) અતિચાર જાણી ભૂપતિએ તેમને ત્યાગ કર્યો. સુંદર બુદ્ધિમાન ભૂપતિ કંઇક ગુરૂમુખથી અને કંઈક વાગભટમંત્રી પાસેથી સાંભળી સર્વશ્રાવકના આચારમાં પ્રવીણ થ. એ પ્રમાણે સમ્યકુધર્મજ્ઞાતા ચૌલુક્યભૂપતિએ ધર્મનું મૂળસાધન દયાની સર્વત્રપ્રવૃત્તિ કરવાની ઈચ્છા કરી.
For Private And Personal Use Only