________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
યક્ષાદિકના કહેવાથી આશ્ચર્ય જનક પુત્રનું ચરિત્ર સાંભળી
રાજા બહુ ખુશી થયા અને તેજ વખતે ભીમ રાજ્યાભિષેક. કુમારને તેણે રાજ્ય ગાદીએ બેસાડયા. તેમજ તે રિવાહન રાજાએ સંયમ રૂપ ઉત્કટ સૈન્યવડે પેાતાને વશ કરેલુ અને શાશ્વતલક્ષ્મીથી વિભૂષિત મુક્તિરાજ્ય દીપાવ્યું. ભીમભૂપતિ ખુદ્ધિમાં બૃહસ્પતિસમાન મતિસાગરમ ત્રીને પેાતાની પાસે રાખી યજ્ઞાદિકને વિદાય કરી રાજ્યનું પાલન કરવા લાગ્યા, યુદ્ધમાં કુશલ એવા ધનુને ધારણ કરી લીલાવડ ભીમનૃપતિએ કૃષ્ણે દૈત્યોને જેમ યુદ્ધમાં શત્રુઓને જીતી લીધા. ચતુરંગ સેના તેા માત્ર તેના આખરમાટે હતી, પરંતુ ભૂમંડલ તા તેણે પેાતાના ખલવડેજ કેવલ વશ કર્યું હતું. વળ તેના રાજ્યમાં દુર્ભિક્ષનું તેા નામજ નહેાતું, તેમજ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, શલભ~તીડ, મૂષક-ઉંદર, શુક-પેાપટ, અને નજીકના વિરૂદ્ધરાજાઓ, એ છ ઇતિ-ઉપદ્મવા પણ નહેાતા, અનીતિ, ચારી, પરદ્રોહ અને ઇર્ષ્યાદિ દોષાના સર્વથા તેના રાજ્યમાં અભાવ હતા. રાજ્ય એ પ્રાચીન પુણ્યનુ ફૂલ છે, એમ માની તત્ત્વષ્ટિએ પુણ્યનુ જ આરાધન કરતા ભીમભૂપતિ સત્કાની સેવા કરતા, હૃદયમાં સમ્યકૃત્વને ધારણ કરતા, પ્રાવને સુકૃતમાં ચલાવતા તેમજ જૈનમતના ઉદ્યાત કરતા ભીમરાજા ઘણા વખત રાજ્યપાલક થયા. માદ વૃદ્ધાવસ્થામાં વૈરાગ્યવદ્ધ ક સદ્ગુરૂની વાણી સાંભળી મહાપરાક્રમશાલી પાતાના પુત્રના રાજ્યાભિષેક કરી પાતે દીક્ષા ગ્રહણ કરી, દુસ્તપતપશ્ર્ચર્યોરૂપ તાપવડે મલપકને ઉચ્છેદ કર્યો. ખાદ્ય કેવલજ્ઞાન પામી ભગવાન્ ભીમરાજર્ષિ મેાક્ષધામમાં ગયા.
એ પ્રમાણે મેઘની માફ્ક ધર્મામૃતની વૃષ્ટિ કરી ગુરૂમહારાજ
For Private And Personal Use Only