________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ,
(૧૧) આવ્યો છે. બહુ ભક્તિથી ચૈત્યની અંદર તે નાટયકરાવે છે. તેનો આ શબ્દ આપના પુત્રનું આગમન પ્રસિદ્ધ કરતો હોય તેમ સર્વ દિશાઓમાં પ્રસરી રહ્યો છે. આ પ્રમાણે આરામિકની વાણી સાંભળી રાજાએ આરામિકનો સત્કાર કર્યો, પછી હૃદયમાંથી ઉભરાતા આનંદવડે હરિવાહનરાજા અંત:પુર અને પિર લેકે સહિત પુત્રના હામે નીકળ્યો. પિતાના પિતાને સન્મુખ આવતા સાંભળી ભીમકુમારે
વિલંબ રહિત યક્ષની પાસે હાથી, ઘોડા, રથ પિત્રાદિસમાગમ. અને પાયદલ વિગેરે ભરપુર સૈન્ય તૈયાર કરાવ્યું.
પિતાને જોઈ ભીમકુમારે તેના ચરણ કમલમાં મસ્તકરૂપ કમળ મૂછ્યું, જેથી પદ્મપર બેઠેલી લમીસમાન શેભા
કુરવા લાગી, રાજાએ પણ પુત્રને ઉભે કરી હૃદયની અંદર નાખતો હોય તેમ દૃઢ આલિંગન કરી મસ્તક પર વારંવાર ચુંબન કર્યું. ત્યારબાદ પુત્રના આલોકનથી ઉછળતા સ્તન્ય–ધાવણના મિષથી હદયમાં પ્રીતિરસને બતાવતી હોય તેમ પોતાની માતાને તે નપે. પછી તેના કહેવાથી પોતાના સ્વામીના પિતૃત્વની ભક્તિ વડે યક્ષાદિક સર્વ પરિવાર રાજાને નપે. ખરેખર સંત પુરૂષ ગ્યતાના જાણકાર હોય છે. વિવિધ પ્રકારનાં ભેટનું લઈ આવેલા, અને વિયેગરૂપ ગ્રીમથી તપી ગયેલા નગરવાસી લેઓને પ્રિય આલાપ રૂ૫ સુધાવૃષ્ટિવડે ભીમકુમાર પોતે વારંવાર સિંચન કરવા લાગ્યું. ત્યારબાદ વિમાનશ્રેણીઓ વડે આકાશને અને સૈવડે પૃથ્વીને ભાવતી, લક્ષ્મીવડે ઇંદ્રસમાન, પ્રઢ ગજેન્દ્રપર બેઠેલે, વાગતાં વાછત્રાના ધ્વનિવડે બોલાવેલા સેંકડો નગરવાસી સ્ત્રી પુરૂષોએ સ્તુતિ કરાયેલ, સુવર્ણના દાનવડે યાચકોને ધનાઢ્ય કરતો, અને ધ્વજ પતાકાઓ વડે સૂર્યના કિરણ રહિત નગરને જેતે ભીમકુમાર પિતાની સાથે પિતાના સ્થાનમાં ગયે.
For Private And Personal Use Only