________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૮)
શ્રીકુમારપાળચરિત્ર. બંનેના પરાક્રમની સ્પષ્ટતા થઈ અને તે બંને જણ પરસ્પર એક બીજાનું અસાધારણ બલ જાણી ગયા. ત્યારબાદ ભીમકુમારે ઘણે સમય યુદ્ધ કરી કાપાલિકને પૃથ્વી પર પાડી તેની છાતી પર પગ મૂકી તેને અહીવરાવવા માટે ખરું ઉગામ્યું અને તે બલ્ય, રે દુષ્ટ? હારી બલવાન ગર્જના ક્યાં ગઈ ? અને તે કાલિકાદેવી પણ કયાં છે? કે; જે કાળરૂપ મહારા પંજામાંથી ત્વને છેડાવે. તે સમયે પશુની માફક પ્રાણ સંકટમાં પડેલા કાપાલિકને જોઈ
કાલિકાદેવી પ્રગટ થઈ અને ભીમકુમાર પ્રત્યે કાલિકાઆગમન. બેલી, વત્સ? એને તું મારીશ નહીં, આ
મહારે ભક્ત છે, અને હંમેશાં ઉત્તમ પુરૂષના મસ્તકરૂપ કમલવડે મહારૂં પૂજન કરે છે. આજે હુને આ પુરૂષના મસ્તકનું બલિદાન આપવાથી એકસેઆઠ મસ્તકની પૂજા સંપૂર્ણ થવાની હતી, અને હું સિદ્ધ થઈ આ કાપાલિકનાં સર્વ કાર્ય કરત, પરંતુ એના અભાગ્યને લીધે વિઘની માફક તું અહીં આવી પડે. તું પણ કોઈ મહાન વીર પુરૂષ દેખાય છે કે, જે તે હારા દેખતાં હારા પૂજારીને દેવની માફક નિર્ભયપણે પકડીને મથન કરે છે. હારા પરાક્રમવડે હું પ્રસન્ન થઈ છું, હારી ઈચ્છા પ્રમાણે તું વર માગ, અને એને જીવતે છેડી દે. કારણકે, સંતપુરૂષ અલ્પને ઘાત કરતા નથી. ભીમકુમાર બલ્ય, દેવિ? જે એમ હોય તો તું જીવવધને ત્યાગ કર. લેક અને શાસ્ત્રથી વિરૂદ્ધ એવે આ જીવ વધ કરે તને ઉચિત નથી. હારા સરખી ઉત્તમ દેવી પ્રાણિઘાત કરે ખરી? કારણકે, શીતલ ચંદ્રની કાંતિ તાપ વધારનારી હોય નહીં. અત્યારસુધી હું જાણતો હતો કે, આ પાખંડી પ્રાણિવધ કરે છે, પરંતુ પ્રાણિઓને ઘાત કરાવનારી તું પતે જ અધિક વધ કરનારી છે. હારા માટે પ્રાણિઓને વધ કરતા આ કાપાલિકને તું ના પાડે તો તે વધ કરે નહીં.
For Private And Personal Use Only