________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૮)
શ્રી કુમારપાળ ચરિત્ર. કુંચીસમાન, અનંત ભવસાગર તરવામાં મહાન વ્હાણસમાન, પુણ્યરૂપ કમલેને સૂર્ય સમાન, ત્રણ લેકની સ્મૃદ્ધિ પામવામાં દિવ્ય એષધ અને મોક્ષનું આકર્ષણ કરવામાં નવીન સાણસીરૂપ એક સમ્યક્ત્વજ મનુષ્યને જય આપનાર છે.” તે સમયે ભીમકુમારે પણ કાપાલિકા વિગેરેના સંસર્ગથી સમ્યકત્વને કંઈક દૂષિત માનીને તે મુનિ પાસેથી આલોચના લીધી. ત્યારબાદ તે સર્વે પોતાને ધન્ય માનતા છતા મુનીશ્વરને વંદનકરી પુનઃ હેમરથરાજાને ઘેર ગયા. હેમરથરાજાએ ભીમકુમારને નમસ્કાર કરી કહ્યું, હે સાહ
સિન્ ? પિતાની માફક હારા પ્રસાદથી હુને હેમરથરાજા. પુનર્જન્મ પ્રાપ્ત થયે, વળી તે જન્મથી જે
સુકૃત કરવું ઘણું દુર્લભ છે તે તાત્વિક સભ્યત્વ પણ હારા પ્રસંગથી મહુને પ્રાપ્ત થયું. તેમજ નિષ્કારણ ઉપકારવડે સૂર્યની માફક હેં હાલમાં અંધકારથી માણસને જેમ અતિક્રૂર રાક્ષસથી.હને બચાવ્યા. પરોપકારનો પ્રયત્ન કરે એ સપુરૂષોને સ્વભાવ જ હોય છે, કારણ કે, કેની પ્રેરણાથી વરસાદ જગને જીવાડે છે? પ્રાણદાતાનો કેઈપણ રીતે બદલે વળતેનથી. માટે હું હારા ગુણોથી વેચાણ થયેલે દાસની માફક જ્હારી સેવામાં આનંદથી રહ્યો છું. ભીમકુમાર બલ્ય, રાજન્ ?આ હારા વિનયથી હું તુષ્ટ થયે છું, પ્રત્યુપકારને વૃથા સંકોચ તું મનમાં લાવીશ નહી, વળી જે હારૂં કરેલું કંઈ લ્હારા હૃદયમાં હોય તે તું જૈનધર્મમાં હંમેશાં ઉદ્યોગી થા, કારણ કે; એનાથી બીજુ કોઈ આત્મહિત નથી. હેમરથરાજા બેલ્ય, દેવ? જો એમ હોય તે હું નવીન શ્રાવક છું માટે ધર્મમાં મહને સ્થિર કરવા માટે કેટલાક સમય તમે અહીં રહે. હેમરથરાજા અને ભીમકુમાર એ બંને આ પ્રમાણે વાત કરતા હતા
For Private And Personal Use Only