________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૬)
શ્રી કુમારપાળચરિત્ર. નંખાવ્યો. પછી ફરીથી તેણુએ દાસી પાસે બીજો ઘડો મંગાવ્યા. તે પણ દેવતાએ ફેડી નાખે, તો પણ તેણીએ બીલકુલ કોઇ કર્યો નહીં અને ત્રીજો ઘડે દાસી પાસે મંગાવી તેમાંથી બંને મુનિઓને તેલ આપ્યું. ત્યારે મુનિઓ બેલ્યા, સુભગે ? અમારા માટે ત્યારે તેલનું મહેણું નુકશાન થયું, તેથી દાસી ઉપર ત્યારે ક્રોધ કરવો નહીં, કિંચિત્ હાસ્ય કરી તે બોલી, મુનિરાજ? મહને ક્રોધરૂનું ફલ એવું મળ્યું છે કે, હવે મહારૂં મસ્તક છેદાય તે પણ હું ક્રોધ કરું નહીં. કેવી રીતે કુલ મળ્યું ? એમ મુનિઓના પુછવાથી મંત્રીપ્રિયા-ભદિકાએ પોતાના કોધથી જે દુઃખ અનુભવ્યું હતું તે સર્વ આદંત કહી સંભળાવ્યું. અદભુત પ્રકારની ભફ્રિકાની ક્ષમા જોઇ તેની આગળ દેવતાએ
પિતાનું દીવ્યસ્વરૂપે પ્રગટ કર્યું, ભફ્રિકાને દેવપ્રાદુર્ભાવ. નમસ્કાર કરી પોતાનું સર્વ વૃત્તાંત નિવેદન કરી
તેણે કહ્યું કે, પતિવ્રતે? ખરેખર હારા જીવિતવ્યને હું ધન્ય માનું છું કારણકે જેની ક્ષમાની ઈદ્રમહારાજ સભામાં બહુ હર્ષથી સ્તુતિ કરે છે. આજસુધી ક્ષમાની અંદર મુનિઓની ઉપમા અપાતી હતી અને હાલમાં તે તું વર્તે છે, માટે હારું ભાગ્ય અલોકિક છે. એ પ્રમાણે સ્તુતિ કરી સાડાબાર કરેડ સેનયાની વૃષ્ટિ કરી દેવ તેની કીર્તિનાં વખાણ કરતે પિતાના સ્થાનમાં ચાલ્યો ગયો. હે ભવ્યાત્માઓ? ક્રોધ અને શાંતિ સંબંધી આ ઉપદેશ સાંભળીને અનર્થમય ક્રોધને ત્યાગ કરી કલ્યાણકારી શમ-શાંતિને તમે આશ્રય કરે. દેશનાની સમામિમાં બોધ પામેલો સર્વ ગિલરાક્ષસ બે, હે પ્રભે? આપના વચનથી હેમરથ સંબંધી મહેં ફોધને ત્યાગ કર્યો છે. . તે સમયે ત્યાં આગળ પ્રચંડ ગર્જના કરતે, મેઘસમાન
For Private And Personal Use Only