________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૩૯૭) ૨નું તું અવલેકન કર. તે સમયે ભીમકુમારનાં નેત્ર વિસ્મયથી પ્રફુલ થઈ ગયાં અને તે ચારે તરફ જવા લાગ્યો. ઇદ્રની રાજધાની સમાન લક્ષ્મીને ધારણ કરતા પરિજનોથી ભરેલા તે નગરને જોઈ ભીમકુમાર બલ્ય, દેવ? તું બહુ સ્તુતિપાત્ર છે, જેનું મન આવું દયાળુ છે. કારણકે, સર્વ નાગરિકલેકોને અપહાર કરી પુન: એકદમ તેમની ઉપર હે અનુગ્રહ કર્યો. આ ઉપરથી હું માનું છું કે “નિગ્રહ અને અનુગ્રહ કરવામાં શક્તિમાન્ તો મહેટા પુરૂષજ હોય છે.” કારણ કે, સૂર્ય પૃથ્વીને તપાવી વૃષ્ટિજલવડે શાંત કરે છે. લેકે દેવત્વને માટે હુસ્તરત૫ આચરે છે તે યોગ્ય છે. કારણ કે, અ૫ દેવને પણ આ મહિમા છે. એ પ્રમાણે લીમકુમાર રાક્ષસ સાથે વાત કરતો હતો. તેટલામાં આરામક ત્યાં આવ્યું, નમસ્કાર કરી તે બલ્ય,
દેવ? ઉદ્યાનમાં ચારણમુનિરાજ પધાર્યા છે. ચારણમુનિ. વર્ષાકાલમાં કેકી–મયૂર જેમ મુનિના આગ
મનમાં અતિઆનંદ પામતે ભીમકુમાર, મિત્ર, રાક્ષસ અને હેમરથરાજા સહિત મુનીવરને વાંચવા માટે ગયે. પંચાંગપ્રણિપાતવડે પ્રમેદસહિત વંદન કરી ભીમકુમાર શિષ્યની માફક હાથ જોડી ગુરૂની આગળ બેઠા. ભક્તિથી ખેંચાયેલા અન્ય નગરવાસી લોકો પણ વિનયપૂર્વક ત્યાં બેસી ગયા. ત્યારબાદ ગુરૂશ્રીએ ક્રોધને ઉદ્દેશી દેશના પ્રારંભ કર્યો. ક્રોધ, માન, માયા અને લેભ એ ચારે કષાયોમાં મહત્વથી જેમ જે મુખ્યપદ ભોગવે છે, તે સંસાર વલ્લિના મૂળભૂત ક્રોધને બુદ્ધિમાન પુરૂષએ ત્યાગ કરે. કારણ કે; મહાન પુરૂષ પણ ક્રોધને લીધે અતિદુષ્ટકર્મ કરે છે, જેથી તે લેકમાં કર્મચંડાલ કહેવાય છે. તેમજ ક્રોધનાં ફલ બહુ ખરાબ છે. આ લેકમાં વૈર, યુદ્ધ અને વિષાદ પણ કોધથી જ થાય છે અને પરલોકમાં પશુ અને નારકીની તીવ્ર વેદનાઓ
For Private And Personal Use Only