________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ,
(૪૦૩) વરી હતી, તેવી રીતે તું પણ નીતિમાં પ્રચંડ એવા મહારા પુત્રને વર. એ પ્રમાણે તેનાં વાકવડે મર્મ સ્થલમાં વિધાયી હોય તેમ તે ભફ્રિકા, કુબુદ્ધિને પ્રગટ કરનારી તેની માતા પ્રત્યે બેલી. હે માતા? ત્યારે પુત્ર કામાંધતાને લીધે જે કે, આ પ્રમાણે છે, પરંતુ તે વૃદ્ધ થઈને સતીને આચાર જાણે છે છતાં પણ આવી વિરૂદ્ધ વાત કેમ બોલી ? જે કે, કેઈપણ વૈભવ અથવા અલંકારેને લુંટી જાય પરંતુ સતીઓનું શીલરવ હરવાને દેવપણ સમર્થ નથી. શેષનાગના મસ્તકમાં રહેલ મણિ, સિંહની કેશવાલી અને સતીએનું વ્રત હરવાને કર્યો બલવાનપુરૂષ શકિતમાન થાય? હું હારા પતિને છોડી બીજા અનંગને પણ એવું નહીં તો અંધારી પ્રાણુની તે વાત જ શી? આ પ્રમાણે હાર નિશ્ચય છે. આ વાત વૃદ્ધાએ પિતાના પુત્રને કરી, તે સાંભળી પલ્લી પતિને બહુ ક્રોધ થયે. જેથી તે દુષ્ટબુદ્ધિએ દાસીની માફક રેષથી ઘણો તિરસ્કાર કરી તેને ચાબુક વિગેરેના પ્રહારથી ખુબ મારી. તેથી બહુ દુ:ખી થઈ તે પણ ભફ્રિકાશીલથી ખલિત થઈ નહીં. શું પક્ષીએ હલાવેલી શાખા વૃક્ષથી પડે ખરી? આખરે પલીપતિ થાળે, પછી તેણે કંટાળીને કઈ સાર્થવાહને ત્યાં તેને વેચી દીધી. દુરાત્માઓને અકૃત્ય શું હોય? સાર્થવાહે પણ સ્ત્રી કરવા માટે તેની બહુ પ્રાર્થના કરી. પરંતુ પોતાનો નિશ્ચય તેણુએ છેડ નહીં, તેથી તેણે ગુન્હેગારની માફક ભફ્રિકાને ઘણું એ કહ્યું છતાં તેણે એ નહીં માનવાથી તેણે પણ થાકીને ઇરાનદેશમાં કંબલના વેપારીને સોનૈયા લઈ આપી દીધી. તે વેપારીએ પણ ભેગને માટે બહુ સખ્તાઈ કરી. ભદિકા ઉદ્વિગ્ન થઈ વિચાર કરવા લાગી, સ્ત્રીઓને વિડંબના
કરવામાં રૂપની સુન્દરતા મુખ્ય કારણ છે, સ્ત્રીઓ ભટિકાવિલાપ. ની વિરૂપતા ઉત્તમ ગણાય છે, કારણ કે, તેથી
અખલિત શીલ પાલી શકાય છે, શીલ લીલા
For Private And Personal Use Only