________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૦ )
શ્રીકુમારપાળચરિત્ર. દેદીપ્યમાન તે કન્યા યુવાનને સંજીવન-એષધસમાન વૈવનને દીપાવવા લાગી. ત્યારબાદ દેવીની માફક નિઃશંક અને નાના. પ્રકારના અલંકારોથી વિભૂષિત તે પોતાની સખીઓ સાથે ઉદ્યાનોમાં ઈચ્છા મુજબ રમવા લાગી. ઉદ્યાનની અંદર આમ્રમંજરીની માફક બહુ વિલાસ કરતી ભદ્રિકાને જોઈ કામાતુર થયેલા યુવાન પુરૂ પિક-કોયલની માફક બહુ આસક્ત થયા અને તેના પિતા પાસે જઈ તેઓએ તેણીની પ્રાર્થના કરી. પિતાએ પણ પ્રત્યુત્તર આપે કે, જે એનું વાક્ય ઉલ્લંઘન ન કરે તે પુરૂષને એ કન્યા હું આપું. કુલીન પુરૂએ સ્ત્રીને સ્વાધીન થવું તે ઉચિત ગણાય નહીં એમ જાણ તે લેકએ ફરીથી તેની માગણું કરી નહીં. અન્યદા ઉદ્યાનમાં કીડા કરતી અચંકારિતભદિકાને જોઈ
સુબુદ્ધિમંત્રી કામાતુર થઈ ગયે, જેથી તેણે સુબુદ્ધિમંત્રી. પિતાના બંધુઓને મોકલી તેણીના પિતા–
ધનપ્રવર પાસે તે કન્યાની માગણી કરાવી. ધનપ્રવર શ્રેષ્ઠીએ કહ્યું કે, હારી પુત્રીનું વચન ત્યારે પાળવું પડશે. સુબુદ્ધિએ તે પ્રમાણે કબુલ કર્યું, પછી મહોત્સવ પૂર્વક ભફ્રિકાની સાથે તેણે લગ્ન કર્યું, દેવીની માફક ભફ્રિકાની આજ્ઞાને હંમેશાં મસ્તકે મુકુટસમાન ધારણ કરતા સુબુદ્ધિમંત્રી પાર્વતીને શંકર જેમ પ્રીતિવડે તેને આનંદ આપતા હતા. એક દિવસ તેણીએ પિતાના પતિને કહ્યું, સ્વામિની સૂર્યાસ્ત પહેલાં તમારે વહેલું ઘેર આવવું, બહાર રહેવું નહીં. સ્ત્રીની પ્રીતિ વધારવા માટે તે વચન પણું મંત્રીએ કબુલ કર્યું. અહે? કામિની-સ્ત્રીઓ શું નથી કરતી? અથવા લેકે કામથી અંધ બને છે. ત્યાર બાદ સુબુદ્ધિમંત્રી હંમેશાં રાજકાર્ય બહઝડપથી આટેપીને સાંયકાળે પોતાને ઘેર આવતો. સ્ત્રીના વાક્યનું કેશુ ઓલંઘન કરે ?
For Private And Personal Use Only