________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૩૯) શંકામાં પડ્યો. ચંદ્ર નિસ્તેજ થઈ ગયે. તેમજ સ્વર્ગગાને વેગ હઠી ગયે.” વળી કામુદિની નામે તેની સ્ત્રી હતી. ચંદ્ર સ્રના સમાન તે હંમેશાં આનંદ આપતી હતી. પિતાના ઉદયવડે જે કમલ–કમલા=લક્ષ્મીને પ્રફુલ્લ કરતી હતી, એ એનામાં આશ્ચર્ય હતું. વળી સુબુદ્ધિનામે તે રાજાને મંત્રી હતો, જેને જન્મ શુદ્ધ વંશમાં અલંકારભૂત હતો અને તે પૃથ્વી પર આવેલે શુક્રાચાર્ય હાયને શું ? તેમ સર્વત્ર પ્રસિદ્ધ હતું. તેજ નગરમાં નામ અને અર્થ એમ બંને પ્રકારે ધનપ્રવર શ્રેષ્ઠી હતું, તેના ગુણે બહુ શ્રેષ્ઠ ગણાતા હતા. કમલશ્રીનામે તેની સ્ત્રી હતી, રૂપમાં દેવાંગના સમાન અને શીલવ્રતમાં તે અગ્રણી હતી. તે બંનેને પ્રાણથી પણ અધિકપ્રિય આઠ પુત્ર ઉપર એક
પુત્રી થઈ. માતાપિતાએ હોટા ઉત્સવથી અચંકારિતભટિકા. “ભદ્રિકા” એવું તેનું નામ પાડ્યું. તે ભટ્ટિ
કાને માત્ર એક ગુણેજ પ્રિય હતા, એ હેતુથી જેમ પોતાના મનમાં વિચાર કરી દૂષણેએ તેને દૂરથી ત્યાગ કર્યો. કારણ કે, શત્રુ પર જેની પ્રીતિ હોય તેની કેણ સેવા કરે? વળી સર્વ સંદર્યનો સંગ્રહ કરી બ્રહ્માએ તેને સરજી છે એ વાત સત્ય છે, અન્યથા ત્રણે લોકમાં ભવ્યકાંતિમય તે ક્યાંથી હોય? એક દિવસ તેની પ્રીતિને લીધે તેનાં માતાપિતાએ સર્વ પરિવારને કહ્યું કે, આ પુત્રીને કેઈપણ સમયે કેઈએ 'ન જાતિવ્યા?— તિરસ્કારવી નહીં, ચંકાર શબ્દ દેશભાષામાં ચુંકરો એટલે તિરસ્કાર વાચક છે. તેથી તે અચંકારિતPફ્રિકા નામે લેકમાં પ્રસિદ્ધ થઈ. તેમજ તે પિતાની માનીતી હોવાથી દેવીની માફક
સ્વછંદપ્રવૃત્તિ કરતી હતી. ઉત્તમ પ્રકારના ઘોડા, હાથી, રથ વિગેરે પરિવાર પણ તેના તાબામાં દાસની માફક હાજર રહેતા હતા. અનુક્રમે હૃદયદર્પણમાં સંક્રાંત થયેલા કલાવેલવડે
For Private And Personal Use Only