________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
( ૩૯૩) જઈ કોઈ શૂન્ય નગરની પાસમાં તે બંનેને મૂકી દીધા અને ભૂતની માફક તે હાથી અદશ્ય થઈ ગયે. પછી રાજકુમાર પોતાના મિત્રને ત્યાંજ મૂકીને પિતે શૂન્ય
નગરમાં ગયો. સ્વર્ગશ્રીને જેનાર દેવતાઓને શૂન્યનગર. પણ મોહિત કરનાર અને સર્વત્ર અપૂર્વ દેખાવ
આપતી તે નગરની શોભા અવકો ભીમકુમાર ઉત્તમ વસ્તુઓથી ભરેલા કેઈ બજારમાં ગયે, ત્યાં તેણે એક સિંહ જે, જેના વિશાળ મુખમાં એક પુરૂષ પકડેલ હતા. તે જોઈ ભીમકુમાર મનમાં સમજી ગયો કે, આ કેઈ દુષ્ટ દેવતાનું ચેષ્ટિત છે એમ જાણી તે પુરૂષને મુક્ત કરવા માટે ભીમકુમાર સિંહની પાસે ગયે, સિંહના મુખમાં રહેલો તે માણસ પણ ભયને લીધે ભીમકુમારને કંઈ પણ કહેવા માટે શક્તિમાન થયેલ નહીં, પરંતુ હણતા બકરાની માફક દીનદષ્ટિએ તેના હામુ જોઈ રહ્યો. પછી મનુષ્યમાં સિંહસમાન પરાક્રમી ભીમકુમાર સિંહપ્રત્યે બોલ્યા, વસ્તુત: તું સિંહ નથી, કોઈપણ કારણને લીધે સિંહનું સ્વરૂપ કરી આવેલે તું કેઈપણ દેવ છે. માટે હે દેવ? દયાવડે જલદી આ માણસને તું છોડી દે. કારણ કે, પ્રાણીઓને પ્રાણુદાન સરખું બીજું કઈપણ દાન નથી. મનુષ્યને જેવું જીવિત ઈષ્ટ છે તેવું રાજ્યાદિક ઈષ્ટ નથી. જીવિતદાન આપનાર દયાલુએ તેમને શું નથી આપ્યું ! એ પ્રમાણે ભીમકુમારનું વચન સાંભળી સિંહે પુરૂષને મુખમાંથી કાઢી આગળના બંને પગની વચ્ચે નાખે. પછી તે કીર–પિપટની માફક માનવભાષાવડે ભીમકુમારને કહેવા લાગે, હે સાધે? ઉપકાર દષ્ટિએ હારૂં કહેવું સત્ય છે, પરંતુ હું બહુ ક્ષુધાતુર થયો , તેથી એને કેવી રીતે મુકત કરું? જેવી રીતે એનીપર તને દયા આવે છે તેવી રીતે હારીપર કેમ તું દયાલુ થતો નથી? જેથી એનું તું રક્ષણ કરે છે અને ક્ષુધા તે
For Private And Personal Use Only