________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાળચરિત્ર. દિકને તે પામતે જ નથી. ” માટે જીવહિંસાને હવેથી ત્યારે સંકલ્પ પણું કરે નહીં. એમ શિષ્યની માફક તેને ઉપદેશ આપી ઉદારઆશયવાળા તે ભીમકુમારે દયામય તેમજ સર્વજનને હિતકારી એવા જૈનધર્મને વિષે સ્થાપન કર્યો. તે સમયે પિતાની માતા સમાન ક્ષીણથયેલી રાત્રીને જોઈ તેનાથી ઉત્પન્નથયેલું ગાઢ અંધારૂ પણ ક્ષીણ થઈ ગયું, તે ગ્ય છે. તેમજ પ્રકાશ આપતા અને ઘણું મળેલા એવા પણ તારાઓ દરિદ્રપણુમાં ગુણે જેમ તે સમયે બહુ ઓછા થઈ ગયા. પ્રભાતકાલમાં નવીન વિજીગીષની માફક અન્ય તેજને તિરસ્કાર કરતા અને કમલાકરને પ્રફુલ્લકરતા સૂર્ય ઉદય થયે.
મિત્ર સહિત ભીમકુમાર પણ મુખપ્રક્ષાલનની ઈચ્છાથી મઠની
બહાર નીકળે અને સારસની માફક નિર્મલ જગજાપહાર. લથી ભરેલા સરોવર પર ગયે. તેટલામાં જગમ
ચાલતા વિધ્યાસિમાન અને ઉન્મત્તપણાને લીધે ભયંકર કેઈક હાથી ભીમકુમાર તરફ ધડતો આવ્યો. વિરૂદ્ધઆશચવાળા તે હાથીને જાણું દઢતર કેડ બાંધી ભીમકુમારે ધીરમાવતની માફક ધીમે ધીમે તેને શાંત કરવાનો પ્રારંભ કર્યો. તેટલામાં દેવહસ્તીની માફક તે હાથી મિત્ર સહિત ભીમકુમારને પોતાની પૂછપર બેસારી આકાશમાગે ઉપડયા. ઐરાવણ હાથીવડે ઇંદ્ર જેમ તે હ. સ્તીવડે આકાશમાર્ગે ચાલતા ભીમકુમારે આ શું ? એમ પાછળ બેઠેલા પોતાના મિત્રને પૂછ્યું. વિચારકરી મતિસાગર છે, આકાશમાં ચાલવાથી આ હસ્તી નથી, તેમજ શરીરે કwજલ સમાન શ્યામ હોવાથી ઐરાવણહસ્તી પણ નથી. માટે આ હસ્તીના રૂપમાં કોઈ દેવ અથવા અસુર હવે જોઈએ. પરંતુ આપણને શા કારણથી તે લઈ જાય છે તે હું જાણતા નથી. તેઓ બંને આ પ્રમાણે વાત કરતા હતા તેટલામાં તે હાથીએ બહુ વેગથી દૂર
For Private And Personal Use Only