________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૦)
શ્રીકુમારપાળચરિત્ર. હેવાથી તે પોતે જ એક વૃદ્ધસ્ત્રીના શરીરમાં આવીને બોલી કે, હે નરેંદ્ર પુત્રને માટે તું ખેદકરીશ નહીં, કાલિકાના પૂજનની ઈચ્છાથી પાખંડી તેને ઉપાડી ગયો છે. તે પાખંડીને તિરસ્કાર કરી હાલમાં ત્યારે પુત્ર યક્ષિણીના મંદિરમાં રહે છે. કેટલાક દિવસ પછી મહેટી સમૃદ્ધિ સહિત તે અહીં આવશે. એમ કુલદેવિની વાણુથી પ્રથમ વૃષ્ટિવડે દાવાનળથી બળે વૃક્ષ જેમ દુ:ખી થયેલો રાજા કંઈક શાંત થયું. પછી તે વૃદ્ધસ્ત્રીના શરીરમાંથી કુલદેવી ચાલી ગઈ, એટલે તેમને શંકા થઈ કે; આ વાણું સત્ય હશે કે નહીં ? એને તપાસ કરવા હારા પિતાએ મહને મોકલ્યા. તે હકીકત સાંભળી હું પાછો આવતા હતા તેટલામાં ધૂળના સમૂહથી આકાશભૂમિને પૂરતો હોય તેમ એકદમ વંટોલ ચઢી આવ્યે. અર્ધરાત્રીનો સમય અને સર્વત્ર ફેલાયેલી ધૂળને લીધે તે અંધકાર થઈ ગયો છે, જેથી વ્હારાં દીવ્ય નેત્ર હતાં છતાં પણ હું જન્માંધની માફક ફાંફાં મારવા લાગ્યો. તેવામાં પિશાચ સરખો આ કાપાલિક ત્યાં આવી બાલકની માફક મને ઉપાડી આકાશમાર્ગે અહીં લાવ્યા. અહીં આ દુષ્ટને દુરાચાર જે મહારું હૃદય બહુ શુભિત થઈ ગયું. પ્રથમ પણ હારા વિયેગની અસદા પીડા અનુભવતા હતા, જેથી હું મુડદાસમાન થઈ ગયો. જેટલામાં આ દુરાશય મારૂં મસ્તક કાપવાની ઈચ્છા કરતો હતો તેટલામાં હારી ગેત્રદેવીની પ્રેરણાથી જેમ તું અહીં આવી પહોંચે. જો કે, આ કાપાલિક શત્રુ હતો પણ આપણે બંનેના
ગથી તે હિતકારી થયો. કદાચિત્ દેવગે વિષ પણ અમૃત થાય છે. એ પ્રમાણે મિત્રનું વૃત્તાંત સાંભળીને અને માતપિતાના દુઃખને વિચાર કરી ભીમકુમાર વૃક્ષની માફક દુઃખરૂપ દાવાનળથી બળવા લાગ્યું. પિતાના કુકર્મને લીધે હૃદયમાં લજા પામતે કાપાલિકભીમ
For Private And Personal Use Only