________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસર્ગ
( ૨૯૩) “બહુ સ્ત્રીઓ પરણવી સારી, વારાંગનાઓને સંગમ કંઈક સારે, તેમજ નપુંસક્યણું, અતિશુદ્ધબ્રહ્મચર્યપાલન, વિષભક્ષણ અને અનશન કરવું તે પણ સારું પરંતુ પુરૂષેના બંને ભવને લુંટનાર પરસ્ત્રીહરણ સર્વથા નિષિદ્ધ છે.” મેક્ષસુખ આપનાર વ્રત કયાં? અને નરકાવાસ આપનાર વિષયભેગ ક્યાં? એમ છતાં પણ લોક ભોગની આશા છોડતા નથી, અહો? લેકના ચેષ્ટિ તને ધિક્કાર છે. વ્રતનો ભંગકરી કયે બુદ્ધિમાન વિષયની ઈચ્છા કરે? અહો? ચિંતામણિના ચૂરેચૂરાકરી કાંકરાઓનો કેણ સ્વીકાર કરે? વળી મનુષ્યપણુથી આ સ્ત્રીઓનાં અંગ દુર્ગધથી ભરેલાં છે, અને દેવપણને લીધે લ્હારૂં અંગ બહુ રમણીય છે. તે તમારા સંબંધ કેવીરીતે થાય. માટે હે રાક્ષસ? સુમિત્ર પર રેષનો ત્યાગ કરી આ બંને સ્ત્રીઓ તું તેને આપી દે, અને શાંતિરૂપ સુધાસાગરમાં નિમગ્ન થઈ સ્વેચ્છા પ્રમાણે તું ચાલ્યો જા. આ પ્રમાણે સિદ્ધના ઉપદેશવડે રાક્ષસને બંધ થયું. પછી સિદ્ધ સ્તંભનથી તેને મુક્ત કર્યો. બંને ઉષ્ટ્રીઓને સ્ત્રી બનાવી રાક્ષસે સુમિત્રને કહ્યું, આ બંને સ્ત્રીઓને તું ગ્રહણકર, તેમજ વિશાલ સમૃદ્ધિથી સુશોભિત તે સુભદ્રપુરને વસાવી તેનું રાજ્ય પણ તું સુખેથી ભેગવા હારી ઉપર સર્વથા હું વૈરને ત્યાગ કરૂ છું. એમ કહી અતિશાંત બુદ્ધિને અનુસરતા રાક્ષસ સિદ્ધ, સુમિત્ર, તેમજ બંને સ્ત્રીઓને ક્ષમાવીને પોતાનું દિવ્ય સ્વરૂપ પ્રગટ કરી અંતર્ધાન થઈ ગયે. ત્યારબાદ સુમિત્ર સિદ્ધને કહેવા લાગ્યું કે, આપના પ્રસાદ રૂપી રસાયનોએ આ રાક્ષસ રૂપી સંનિપાતના ભયથી હુને જીવાડ્યો છે. હું માનું છું કે, વિધિએ સર્વ વિદ્યાઓ અને સર્વશ્રેષ્ઠકલાઓ એકઠી કરી આ તમારું શરીર બનાવ્યું છે, અન્યથા આવી શક્તિ કયાંથી હોય? આજ સુધી મહેં ઉપકારની મૂર્તિ સાંભળી નહતી, પરંતુ હાલમાં આપના દર્શને
For Private And Personal Use Only