________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૮)
શ્રીકુમારપાળચરિત્ર. છે, તે વારાંગનાઓને સર્વથા ત્યાગ કરે. એ પ્રમાણે કામાં થયેલા કોઈપણ પુરૂષે કન્યા સાથે પણભેગની ઈચ્છા કરવી નહીં કારણ કે, જે કન્યાના ભેગથી દુકીર્તિ અને પાપ પણ બહુ પ્રગટ થાય છે. માટે પરસ્ત્રી વગેરેને ત્યાગ કરી શુદ્ધબ્રહ્મચર્યવ્રત પાળવું, જેના પ્રભાવથી દેવતાઓ પણ દાસપણું ધારણ કરે છે. (૪) પ્રાય પરિગ્રહ વધાર તે પાપના વ્યાપારનું કારણ છે, અને તે પાપ વ્યાપાર દુઃખતરૂનું મૂળ છે. માટે બુદ્ધિમાન પુરૂષે જેમ બને તેમ પરિગ્રહની અપતા કરવી. ઘણા મોટા પરિગ્રહવડે સ્થળ સ્વરૂપને પામતા આરંભ, ઉડેલી રેતી સૂર્યને જેમ સુકૃતને જરૂર ઢાંકી દે છે. એમજાણું પરિગ્રહના માનવડે સંતોષરૂપી ઉત્તમ નિધિની સેવા કરવી. જે સંતોષના અનુચરપણાને પામે છે તેને કેઈ પ્રકારની
ન્યૂનતા રહેતી જ નથી. (૫) જેની અંદર દશે દિશાઓમાં ગમન કરવાની કેઈપણ મર્યાદા કરવામાં આવે તે દિગ્વિરતિ નામે પ્રથમ ગુણવ્રત કહેલું છે. ફરવાવડે મરણ પામતા પ્રાણુઓના સંરક્ષણથી લાભસાગરના તટસમાન આ પણ શ્રાવકનું વ્રત કર્યું છે. (૬) જેની અંદર શકિત પ્રમાણે ભોગપભેગની સંખ્યા-ગણતરી. કરવામાં આવે છે તે ભેગપગ નામે બીજું ગુણવ્રત જાણવું. એકવાર સેવવા લાયક હોય તે ભેગ કહેવાય, અન્ન, કુસુમ વિગેરે. તેમજ જે વારંવાર ભેગવવામાં આવે તે ઉપભેગ કહ્યા છે, જેમકે, સુવર્ણ, સ્ત્રી વિગેરે. વળી માંસ (૧) મદ્ય (૨) માખણ (૩) મધ (૪) પાંચેલદુંબર (૯) રાત્રિભોજન (૧૦) અનંતકાય (૧૧) અજ્ઞા તફલ (૧૨) તુફલ (૧૩) બહુબીજ (૧૪) વંતાક-રીંગણ (૧૫) કરકર્કરા (૧૬)હિમ-બરફ (૧૭) ચલિતરસ–જેને રસ ચલાયમાન થયેલ હોય તે (૧૮) સંધાન-અથાણું (૧૯) મૃત્તિકા (૨૦) ઘોલવટક-ઘાલવડાં (૨૧) અને વિષ (૨૨) આ બાવીશ પદાર્થોને શ્રીજીરેંદ્રભગવાને અભક્ષ્ય કહ્યા છે, તેમજ તેઓ પાપના કારણ છે, એ
For Private And Personal Use Only