________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૩૬૭)
આગળ નરકસ્થાનમાં અગ્નિથી તપાવેલી લેતાની પુતળીઓને દેખતા નથી. જે સ્ત્રી પિતાને જમણે હાથ આપીને પણ પિતાના પતિને ત્યાગ કરે છે, દાસીસમાન શીળથી થયેલી તે સ્ત્રી ઉપર પ્રેમ કેવી રીતે થાય ? ક્ષણમાત્ર તાપ કરનારી અગ્નિ વાલાને આશ્રય કરવો સારે, પરંતુ બહુ ભવમાં તપાવનારી આ પરસ્ત્રીની સંગતિ સારી નહીં. પતિને દુ:ખ દેનાર અને પિતૃ બાંધ
ને નાશ કરનાર જેને દયા નથી, તેવી પરસ્ત્રીને અનર્થકારી શસ્ત્રી-કટારની માફક સ્પર્શ પણ કરવો નહીં, તેમજ નિ:શ્વાસથી દર્પણ જેમ જેમના આલિંગનથી નિર્મલ એ પણ કુલાચાર મલિન થાય છે તે વારાંગનાઓને સર્વથા ત્યાગ કર. વળી તેમનું મન એટલું ચંચળ છે કે
प्रासादध्वजतः कुशाग्रजलतः सौदामिनीदामतः, ___ कुम्भीन्द्रश्रुतितः खलप्रकृतितः शैलापगापूरतः । लक्ष्मीतः कपिकेलितस्तरलतामुच्चित्य मन्ये विधि
रस्त्रीहृदयं व्यधत्त तदलं तेनैव तेभ्यश्चलम् ॥ १ ॥ “પ્રાસાદને ધ્વજ, કુશ-દર્ભના અગ્ર ભાગમાં રહેલું જલ, વિજળીનો ચમકાર, ગજેને કાન, ખલની પ્રકૃતિ, પર્વતમાંથી નીકળતી નદીનું પૂર, લક્ષ્મી અને વાનરકીડા એ બધાઓની ચંચલતા એકઠી કરીને વિધિએ વેશ્યાઓનું હૃદય બનાવ્યું હશે, એમ હું માનું છું. કારણકે, ધ્વજાદિકથી પણ તે ઘણું ચંચળ હોય છે. માટે એમને સમાગમ કઈ દિવસ કરવો નહીં. ” હાસ્ય કરીને, રૂદન કરીને અને કેટી કોટી કૂટ વચન બોલીને પણ જે સર્વસ્વ છીનવી લે છે તે વેશ્યાઉપર કેવી રીતે પ્રીતિ થાય? વળી હૃદયમાં વિષ, વાણીમાં અમૃત, નેત્રમાં આંસુ અને મુખમાં હાસ્યને ધારણ કરતી જેઓ બીજાઓને છેતરવામાંજ તૈયાર હોય
For Private And Personal Use Only