________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૨૮૫) અધ્યાત્મશાસ્ત્રને અભ્યાસ કર્યા બાદ સ્વતંત્ર અને સ્કૂરણયમાન વિશાલ ચિદાનંદના સાગરસમાન પરબ્રહ્મમાં લીન થયેલા આ મહર્ષિઓ પોતાને જન્મ સફલ કરે છે. અમે તે વિષયરૂપ વિષના આવેશને વશ થઈ પાપ સંકટમાં પડતા પોતાના આત્માને જાણતા નથી, એ મહાખેદની વાત છે. માટે હવે કેટભવ–સંસારને છેદ કરનાર અને શિવસંપદાઓને લુંટનાર આ મહર્ષિઓને કોઈપણ ઉપદેશ હું ગ્રહણ કરૂં. ધર્મજીજ્ઞાસુ ભીમકુમારે હસ્તમાંથી ખર્ક નીચે મૂકી મુનિઓને
વંદન કર્યું. મુનિઓએ ધર્મલાભ આપે. આકાશભુજા. આનંદિત થઈ ભીમકુમાર તેમની આગળ બેઠે.
તેટલામાં મહિષના સરખી શ્યામ, આકાશ લક્ષમીની વેણું હોય તેમ બહુ લાંબી એક ભુજા ત્યાં આકાશમાંથી નીચે ઉતરી. આ ભુજા કોની ? કયાંથી આવી? અને શું કરશે ? એમ રાજકુમાર વિચાર કરતો હતો. તેટલામાં તે ભુજા શીકુમારનો ખર્ક લઈ આકાશમાં ચાલતી થઈ. આ હારે પી લઈ કયાં જાય છે! જેઉં તો ખરે! એવી ઈચ્છાથી ભીમકુમાર વાનરની માફક ફાલ મારી તે ભુજાપર બેસી ગયે. ફુરણાયમાન શ્યામતારૂપ જલવડે ભરેલાવિશાલ આકાશરૂપ સમુદ્રમાં વાત્સા-વંટેલની માફક સત્ત્વર ગમન કરતી લાંબી તે ભુજા નાવ સરખી દેખાવા લાગી. ભુજાપર રહેલી ખલતા પણ શ્યામ અને દીર્ઘ હોવાથી દીવ્યગંગાની સ્પર્ધાવડે આકાશમાગે પ્રયાણ કરતી યમુના નદી હોય તેમ દીપતી હતી. વિમાનમાં બેઠેલા દેવની માફક ભુજાપર રહેલો રાજકુમાર વિચિત્ર પૃથ્વીનું અવલોકન કરતે બહુ વિસ્મય પામ્યા. આકાશને એલંઘતી તે ભુજા કેટલેક દૂર ચાલી ગઈ. ત્યાં એક વનની અંદર કાલિકાદેવીને મઠ હતું, તેમાં તે ઉતરી પડી. પછી ભીમકુમાર પણ તેના ઉપરથી નીચે ઉતર્યો.
૨૫.
For Private And Personal Use Only