________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૦)
શ્રીકુમારપાળચરિત્ર. ઘાસ ખાતાં નથી, તે રાત્રીભજન કરનારા મનુષ્ય તે પશુઓથી પણુ અધમ કેમ ન ગણાય? તેમજ સર્વ કંદ જાતિ, નવીન પલ્લવ, અને સત્રમાં કહેલી કુરઆદિ ઔષધીઓને અનંતકાય હૈવાથી સર્વથા ત્યાગ કરે. સૂચી–સેંયના અગ્રભાગ જેટલા અનંતકાયના શરીરમાં અનંતસુકમ જતુઓ હોય છે એમ શ્રીજીનેં ભગવાને કહ્યું છે, જેમના અવયવે ગુપ્ત હોય, તેમજ શિરાનો અને સંધિ–સાંધા ગુપ્ત હોય, વળી જેઓ કાપવાથી પુન: ઉગેપલ્લવિત થાય તેવાં વૃક્ષેને અંનતકાય કહી છે. વળી બીજા પણ
નાગમમાં પ્રષિત કરેલા અભક્ષ્ય પદાર્થોનું વિષ વૃક્ષના ફળની માફક ધર્મનિષ્ઠ પુરૂષોએ ભક્ષણ કરવું નહીં. (૭)
આ અને રૈદ્ર એ બે દુર્બાન એટલે અપધ્યાનરૂપ અનર્થ દંડ, હિંસાનાં ઉપકરણ–સાધન આપવાં તે હિંપ્રદાન અનર્થદંડ, પાપાચારને ઉપદેશ આપવો તે પાપોપદેશ અનર્થ દંડ અને પ્રમાદનું સેવન કરવું તે પ્રમાદાચરણ અનર્થદંડ. આ ચારે પ્રકારને અનર્થદંડ પાપનું કારણ હોવાથી વૃથા છે, એને ત્યાગ કર તે ત્રીજું ગુણવ્રત જાણવું. (૧) અનિષ્ટ વસ્તુને સંયોગ, (૨) ઈષ્ટ વસ્તુને નાશ, (૩) રેગન પ્રકોપ અને (૪) નિદાન-નિયાણું કરવાથી આ ધ્યાન ચાર પ્રકારનું કહ્યું છે. તેમાં અગ્નિ, અસ્ત્ર, વિષ, વ્યાવ્ર, શત્રુ, હૈત્ય અને ખલ વિગેરે અનિવડે જે કષ્ટ ચિંતવવામાં આવે તે અનિષ્ટના સંગથી થયેલું આર્તધ્યાન જાણવું. (૧) સ્ત્રી, પુત્ર, ભ્રાતા, માતા, પિતા વિગેરે તેમજ ધન, રાજ્ય અને સુખાદિકને નાશ થવાથી જે કષ્ટ થાય તે ઈષાર્થને નાશ થવાથી ઉત્પન્ન થયેલું આ ધ્યાન સમજવું. (૨) વાત, પિત્ત, વાયુજન્ય કુષ્ઠ, કાશ-ખાંસી, શ્વાસ અને જ્વરાદિ રે વડે જે પ્રચંડ ખેદ થાય તેને રોગજન્ય આર્તધ્યાન કહ્યું છે. (૩) મોટું રાજ્ય, સારા ભોગ, પ્રસન્ન સ્ત્રીઓ અને વિશાલ સંપત્તિ
For Private And Personal Use Only