________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૦).
શ્રીકુમારપાળચરિત્ર. ગયો. પછી કાપાલિકે સ્મશાનભૂમિમાં અખંડ એક મંડલ કર્યું અને પૂજનને પ્રારંભ કરી શિખાબંધન કરવાની ઈચ્છાથી ભીમકુમારના મસ્તકપર હાથ નાંખવાને વિચાર કર્યો. તેટલામાં ભયના માહથી મુક્ત થયેલ ભીમકુમાર બલ્ય, ગીંદ્ર ! મંત્રના નિયોગથી તું હારા અંગની રક્ષા કર. જેથી હુને કેઈ પ્રકારની હાનિ થાય નહી. હારે તે અંદર સવ–ધેયમય અને બહારથી શર્યમય રક્ષા રહેલી છે. સમર્થ પુરૂષે મૃગેંદ્રની માફક અન્યથી રક્ષા ઈચ્છતા નથી. વળી હું જે પીડા છતે પિતાનું પણ રક્ષણ કરવા સમર્થ ન થાઉં તે ભયંકર અન્યપ્રાણથી ત્યારે કેવી રીતે રક્ષણ કરીશ! તે સાંભળી કાપાલિક વિચાર કરવા લાગે, કાલિકાદેવીના પૂજન માટે શિખાબંધનના મિષથી એનું મસ્તક લઈ લેવું એમ મહું ધાર્યું હતું. પરંતુ એની દ્રઢતાને લીધે તે મસ્તક હું લઈ શકે નહીં, તથાપિ એની કંઈ ચિંતા નથી. પોતાની શક્તિ વડે બીવરાવીને હાલમાં જ હું એનું મસ્તક જલદી ઉઠાવી લઉં છું, એમ વિચાર કરી તેણે પોતાનું સ્વરૂપ ભયંકર બનાવ્યું, જેનું મસ્તક પર્વતના શિખર સમાન આકાશમાં અટકેલું છે, દરવાજા સરખું વિશાલ મુખ, કૂપ સરખા ઉંડા કાન, મુંજા-ચકીના ઢગલા સમાન લાલનેત્ર, ધ્વજસરખી લાંબી અને હાલતી જીભ, દિશાઓમાં પ્રસરી ગયેલા હાથ, ગજ સ્તંભ સરખી બંને સાથળ, ઉખલખાણુયા સરખા સ્થલચરણ જેના દેખાતા હતા, તેમજ મેઘ વિજળીને જેમ હાથમાં તરવારને નચાવતે અને વજી સમાન પ્રચંડ પોતાના ઘષવડે ભયંકર પ્રાણીઓને ભય ઉત્પન્ન કરતો તે કાપાલિકા ક્રોધથી કાલની માફક
અતિવિરૂદ્ધ આચરણ કરતા ભીમકુમારની પાસે આવ્યું અને તિરસ્કારપૂર્વક બલ્ય, રે રે! અધમ ! ત્યારામાં બત્રીસ લક્ષણ રહેલાં છે, માટે હારૂં મસ્તક લેવાને હું આ સઘળે આડંબર
For Private And Personal Use Only