________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨)
શ્રીકુમારપાળચરિત્ર નવડે તેના કાનની અંદર દવા લાગ્યું. અહે? મહેં હેટા કાન વધાર્યા તે હારા પિતાનાજ અનર્થ માટે થયા. કારણ કે, બિલની અંદર રહેલે ઉંદર જેમ આ રાજકુમાર હારા કાનની અંદર ખોદે છે. એમ વિચાર કરતે બહુ દુઃખથી પીડાયેલ તે દુષ્ટ કાપાલિક બહુ ક્રોધાતુર થઈ ગયે અને બલાત્કારે તેને કાનમાંથી ખેંચીને કંદુક-દડાની માફક ઉછાળીને આકાશમાં ફેંકી દીધે. યંત્રથી ઉછાળેલા ગેળાની માફક તે આકાશમાગે ઘણે દ્વિર ગયે, જેથી તે મૂચ્છિત થઈ પૃથ્વી પર પડે છે તેટલામાં સૂર્યસમાન કાંતિમાનું આકાશમાંથી પડતા ભીમકુમારને જોઈ કોઈ યક્ષિણીએ પોતાના કરસંપુટમાં તેને લઈ લીધો. અને તરત જ તે ચક્ષિણું સર્વસંપત્તિઓના સ્થાનભૂત પોતાના સ્થાનમાં તેને લઈ ગઈ. શીત અને સુંદર ઉપચારથી તેની મૂચ્છ દૂર કરી. ત્યારબાદ વિમાનસમાન તે સ્થાન અને દીવ્યસ્વરૂપમય યક્ષિણીને જોઈ ભીમકુમારના હૃદયમાં મોટું આશ્ચર્ય થયું. મધુરસ્વરવડે કાનમાં અમૃતવૃષ્ટિની સારણિ–નીકને પૂર્ણ કરતી
હાય તેમ તે યક્ષિણી ભીમકુમાર પ્રત્યે બેલી, કમલાચક્ષિણી. દેવ ? આ વિંધ્યાચલ પર્વત છે, જેનાં શિખરે
આકાશને સ્પર્શ કરે છે, અને જે સુંદરતાને લીધે મેરૂની માફક દેવતાઓને પણ સેવવા લાયક છે, લક્ષ્મીવડે સુંદર આ મંદિર હું અહીં વૈકિય લબ્ધિથી બનાવ્યું છે. કમલાનામે હું યક્ષિણી છું, ક્રીડાની ઈચ્છાથી અહીં હું રહું છું. હાલમાં હું આકાશમાર્ગે જતી હતી તેવામાં તેને નીચે પડતો જોઈ મહારા કરકમલમાં હેં ઉત્તમ રત્નની માફક તને લઈ લીધો. હારા સંદર્યનું પાન કરવા માટે દેવીઓએ ખરેખર બ્રહ્મા પાસે પોતાનાં નેત્ર નિર્નિમેષ બનાવરાવેલાં છે. હેવીરાણું? હારારૂપના દર્શનથી જ કામના બાવડે વીંધાયેલી હું હારા શરણે આવી છું. માટે
For Private And Personal Use Only