________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૩૮૧) કર્યો છે. પરંતુ હૈ મસ્તક ન લેવા દીધું તે હવે આ તીક્ષણ ખગ્ગવડે લીલીકેળની માફક છેદીને તે લેવામાં અને બીલકુલ વિલંબ થવાનું નથી. વ્યાઘથી કુરંગની માફક હારાથી જે હારું રક્ષણ કરે તે ઈષ્ટનું તું સ્મરણ કર, એમ બોલતો તે નિર્દય કાપાલિક તેને મારવાને તૈયાર થયે. અહ? એની ચેષ્ટા બહુ દુષ્ટ છે, એમ જાણુ ભીમકુમાર અતિભયંકર અને કંપાવતે ભ્રકુટી ચઢાવીને બેલે, રે અધમ? હું કપટથી જેવી રીતે અન્ય નપુંસકને બકરાંની માફક માર્યો તેમ ગજેંદ્રસમાન પરાક્રમી એવા મને પણ મારવાની ઈચ્છા કરે છે? વિવસ્તજનોના ઘણું પ્રાણ લીધા છે, તજજન્ય પાપથી આજે હારી આપત્તિઓ પાકી ગઈ છે. માટે હાલમાં હુને મારીને આ વિશ્વને પણ નિર્ભય કરૂ છું. એમ કહી તેના ખડ્મઘાતને બચાવ કરી વાનરની માફક કૂદીને તેના ખભા પર તે બેસી ગયો, અને તેનું મસ્તક છેદવાની તેણે ઈચ્છા કરી. બાદ સ્કંધપર બેઠેલા ભીમકુમારને વિચાર થયો કે, આ પાખંડી દશદિવસ હારા ઘેર રહ્યો તેમજ કલાવાન છે તેથી એને મારા તે ઠીક નહીં. કારણ કે; વધ કરવાથી હું મહાપાતકી થાઉં. માટે મમત્ત મલની માફક મુષ્ટિના આઘાત વડે એને હું વશ કરું, કદાચિત્ પ્રતિબોધ પામીને જૈનમતને સ્વીકાર કરે તે એને ઉદ્ધાર થાય. એમ જાણી તે વજસમાન મુષ્ટિઓવડે તેના મસ્તકપર પ્રહાર કરવા મંડી પડ્યો. માવત જેમ ગાઢ અંકુશના આઘાતવડે ગંભીરવેદી હસ્તીને પડે છે તેમ મહાવ્યથા કરનાર તે પ્રહારવડે ક્ષણમાત્ર કાપાલિક મૂર્ણિત થયે. પછી જ્યારે શુદ્ધિમાં આવ્યા ત્યારે બહુ ક્રોધ કરી તેણે ભીમકુમારના મસ્તક પર છરી મારી કે તરતજ તાત્કાલિક બુદ્ધિમાન ભીમકુમાર ખર્શ સહિત, ગુહામાં સિંહ જેમ કૂપ સરખા તેના કાનમાં પેસી ગયે. અને કાનખજુરાની માફક અસહ્ય પીડા કરતો ભીમકુમાર તીર્ણ
For Private And Personal Use Only