________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૩૭) કાપાલિક માયાવીની માફક હંમેશાં કપટજાળ કરવા લાગ્યા, જેથી ભીમકુમાર મોહિત થઈ ગયે. મંત્રિસુત-અતિસાગરે જાણ્યું કે, આ દુષ્ટને સંગ પરિણામે બહુ અનિષ્ટદાયક થશે. એમ વિચાર કરી તેણે ભીમકુમારને કહ્યું કે તું શુદ્ધહૃદયને છે, માટે આ મલિન કાપાલિકને સંગ કરે તને ઉચિત નથી. કારણ કેતેજ અને અંધકારને એક સાથે વાસ કેવી રીતે થઈ શકે? અહો દુષ્ટના પ્રસંગથી ઉત્તમપુરૂષ પણ દુષ્ટાત્મા થાય છે. કારણકે જલ બહુ શુદ્ધ હોય છે તે પણ કાદવના સંગથી મલિન થાય છે. વળી પાખંડીના પ્રસંગથી સમ્યક્ત્વ પણ નષ્ટ થાય છે. કારણકે, કાંજીના સંગથી દુધને સ્વભાવ પલટાયા વિના રહેતા જ નથી. ભીમ કુમાર બલ્ય, કુસંગથી સાધુપુરૂષ દુષ્ટ થાય છે, એ હારું માનવું અસત્ય છે. વિષધર–સપના આશ્રયથી મણિ વિષમય થતું નથી. સજન અથવા દુષ્ટ પણ પિતાની પ્રકૃતિથી જ હોય છે. અન્ય
ગથી થતા નથી. વળી એક છેડામાં મણિ અને કાંકરે છે સમાન નથી રહેતા ? તે સમ્યક્ત્વ પણ કેવું ? કે જે કુસંગવડે નષ્ટ થાય ? શું તેવું પણ તેજ હેાય ખરૂં ? કે જે અંધકારથી લીન થઈ જાય? આ પણ એક આશ્ચર્ય છે. એ પ્રમાણે ભીમકુમારનું વચન સાંભળી મતિસાગર હસતે મુખે બોલ્યો, કુમારેંદ્ર આ ત્યારે ઉત્તર પ્રકૃતિને છેડી અપ્રકૃતિનું પ્રતિપાદન કરવાથી પ્રતિવાદીના મતમાં અનિષ્ટકારક છે, પરંતુ આ જીવ સ્ફટિકની માફક અન્ય ગુણનું આકર્ષણ કરનાર છે. જેમ સ્ફટિકમણિની પાસમાં જે જે વર્ણના પદાર્થો મૂકવામાં આવે તે તે વર્ણ તેની અંદર પડે છે, તેમજ આ આત્માની અંદર ગુણેને આવિર્ભાવ થાય છે. માટે આ દુષ્ટ કાપાલિકને સંગ હારે કરો નહીં. તે વચન ભીમકુમારે પણ માન્ય કર્યું. ત્યારબાદ કૃષ્ણચતુર્દશીની રાત્રીએ તીહણ ખગ્ન લઈ ભીમકુમાર તે પાખંડીની સાથે સ્મશાનમાં
For Private And Personal Use Only