________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
( ૩% ). પરસ્ત્રીના ત્યાગરૂપ દામણુ-પાદબંધનથી એકદમ કબજે કરવા, તેમજ વિષ સમાન વિષયમાં માત્ર પુત્રની ઈચ્છા સિવાય આસકત થવું નહીં. કારણ કે, વિષયાસક્તિ ખરેખર જીવિતને નાશ કરે છે. આ લક્ષમી વેશ્યાની માફક ડાહ્યા માણસને પણ વશ કર્યાવિના રહેતી નથી, પરંતુ જે પુણ્યશે લક્ષમીને વશકરે તે પુરૂષને ડાહ્યો જાણો. કામ ક્રોધ વિગેરે અંતરંગ શત્રુઓ બહુ વિષમ કહ્યા છે. તેમને જે કબજે ન કર્યા હોય તો તેઓ કાળા સર્પની માફક વિકાર કરે છે. આ અંતરંગ શત્રુઓને જીત્યા સિવાય બાહ્ય શત્રુઓને જીતવાથી પણ તે પરાક્રમી ગણાય નહીં, માટે બુદ્ધિમાન પુરૂષ કામાદિક મેહરાજાના સુભટને પરાજય કરે. પીડાની માફક કીડાને ત્યાગ કરી સમગ્ર કલાઓનું સ્મરણ કરવું, તેમજ પિતાના નામની માફક રાજનીતિના તત્વને નિશ્ચય કર. સાધુ રક્ષણ, ખલપુરૂષને ઉછેદ, નીતિ, પ્રજાને આનંદ આપ અને કેશ–ખજાનાની ન્યાયપૂર્વક વૃદ્ધિ કરવી એ પાંચ રાજ્યરૂપી વૃક્ષનાં મૂલ છે. ઉત્તમસ્થાનમાં વાસ, મત્સાહ, ચાતુર્ય, રાજસાંનિધ્ય, નિષ્કપટતા અને શુભ ઈચ્છા આ છએ વાનાં સંપત્તિને વધારવાનાં કારણ છે. દયા, વ્યસન ત્યાગ, વિવેક, પાત્ર–કલાવાન્ પુરૂષને સંગ્રહ, દાન, સત્ય અને ઉપકાર એ સાતે રાજાઓને સાધ્ય કરવાનાં છે. પર્દર્શન, દેવ અને ધર્મતત્ત્વાદિકનું હંમેશાં શ્રવણકરવું તેમજ આત્માને હિતકારી એ અરિહંતભગવાનને મત સ્વીકારે. હે પુત્રો? હવે બહુ કહેવાનું કંઈ કારણ નથી, આજથી તમે એવી રીતે વર્તે કે કેન્સર ગુણવડે પોતાના પૂર્વજો કરતાં તમે અધિકકીર્તિમાન થાઓ. આ પ્રમાણે મંત્રીનું વાકય બંને કુમારોએ તત્વની માફક પોતાના હૃદયમાં સ્થાપન કર્યું. હિતઉપદેશને કયે બુદ્ધિમાન સવીકાર ન કરે?
એ પ્રમાણે તેમને વાર્તાપ્રસંગચાલી ર હતું, તેવામાં ત્યાં
For Private And Personal Use Only