________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૨)
શ્રી કુમારપાળચરિત્ર. જે પ્રમાણ કરેલું હોય તેમાંથી દિવસે વા રાત્રીએ કંઈક ઓછું કરવું તે દેશાવકાશિક વ્રત જાણવું. આ વ્રત પાળવાથી આત્મા પુણ્યશાળી બને છે. (૧૦) ચારે પર્વતિથિઓમાં સર્વ પ્રકારના આહાર, અંગસત્કાર, અબ્રા-મેથુન અને સાવધ વ્યાપારને ત્યાગ કરવો, તેને સંસારરેગના ઔષધસમાન પૈષધ વ્રત કહ્યું છે, એટલે સમય પિષધવ્રત સેવનમાં વિધિપૂર્વક વ્યતીત થાય તેટલા સમય સુધી તે પિષધ કરનારને ચારિત્રી સમાન સત્પરૂષાએ માનેલો છે. (૧૧) અતિથિઓને ભેજન, પાન, આવાસભૂમિ અને પાત્રાદિક વસ્તુઓનું જે દાન કરવું તે અતિથિ સંવિભાગ નામે વ્રત જાણવું. ત્રણ રત્નની માફક શુભ એવાં ચિત્ત, વિત્ત અને પાત્રને પામી જેઓ દાન આપે છે તેમને ત્યાં લક્ષમી સ્થિર રહે છે, (૧૨) એ પ્રમાણે સમ્યકત્વમૂલ આ બાર વ્રત રૂપી અતિનિર્મલ શ્રાવક ધર્મ યતિધર્મની માફક ભવ્ય પ્રાણુંઓના કલ્યાણ માટે થાય છે. અતિચાર રહિત આ શ્રાવકધર્મને જે ભવ્યાત્મા પાળે છે તે પુરૂષ ભીમકુમારની માફક બંને પ્રકાર –સાંસારિક અને મોક્ષના સુખને મેળવે છે. આ જંબુદ્વીપની અંદર શુભ પદાર્થોથી સંપૂર્ણ એવા ભારત
ત્રમાં ઉત્કૃષ્ટ સમૃદ્ધિથી ભરેલું કમલપુર નામે ભીમકુમાર. નગર હતું. જેની અંદર જીતેંદ્ર ભગવાનનાં અનેક
મંદિરે દીપતાં હતાં, જેમનાં શિખરેપર વાયુથી કંપતી દવજ પતાકાઓ જીનવંદન માટે શ્રદ્ધાળુ જનેને બોલાવતી હોય તેમ શોભતી હતી. તે નગરની અંદર ઈંદ્રસમાન હરિવાહના નામે રાજા હતા. તેનામાં એ આશ્ચર્યું હતું કે, જે કઇ દિવસ દાનવારિત્વ–અસુરોના શત્રુપણાને દાન નિવારકપણુને ધારણ કરતા નહોતા. તેમજ જેને પ્રતાપરૂપ અગ્નિ કેઈ નવીન પ્રકારને ક્રુરતા હતા કે; અદ્ગથી હણાયેલા શત્રુઓની સ્ત્રીઓના
For Private And Personal Use Only