________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૩૬૫) નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા એ લક્ષણેથી જ્ઞાની પુરૂષો સમ્યકત્વ પ્રતિપાદન કરે છે. જીનશાસનમાં ભક્તિ, પ્રભાવના, સ્થિરતા, ઉદારતા અને તીર્થ સેવા એ પાંચ સમ્યક્ત્વનાં ભૂષણ છે. શંકા, કાંક્ષા, જુગુપ્સા અને મિથ્યાદષ્ટિની પ્રશંસા તેમજ તેને પરિચય એ પાંચ સમ્યક્ત્વમાં દૂષણ છે એમ મુનીશ્વર કહે છે. પ્રથમ પ્રાણાતિપાતાદિક પાંચ અણુવ્રત, દિગ્વિરત્યાદિક ત્રણ
ગુણ વ્રત અને સામાયિકાદિ ચાર શિક્ષાત્રત વ્રતાદિસ્વરૂપ એ સર્વ મળીને બારવ્રત જાણવાં. બંને પ્રકારે
મન, વચન અને કાયાવડે સ્કૂલહિંસાદિકથી નિવૃત્ત થવું તે અહિંસા આદિ પાંચ અણુવ્રત જીતેંદ્રોએ કહ્યાં છે. દયા ધર્મમાં તત્પર થયેલા ભવ્યાત્માએ અપરાધ રહિત ત્રસજી
ની સંકલ્પપૂર્વક હિંસા કરવી નહીં, તેમજ સ્થાવર પ્રાણીઓની પણ વ્યર્થ હિંસા ન કરવી. દેવ અને અતિથિ વિગેરેની પૂજા માટે, વેદ ઋત્યાદિકના વાકયથી જે વધ કરવામાં આવે, તે પણ નરક પ્રાપ્તિને સાક્ષી થાય છે. જેમકે –
यदि भजति पयोधिर्धन्वतां शीतरश्मिवहति दहनभावं पुष्यति ध्वान्तमर्कः ।
दिनमपि रजनीत्वं याति रात्रिदिनत्वं, तदपि हि सुकृतं न प्राणिधातः प्रसूते ॥ १ ॥ “કદાચિત્ સમુદ્ર મરુસ્થલતાને પામે, ચંદ્ર ઉણુતાને ધારણ કરે, સૂર્ય અંધકારની પુષ્ટિ કરે, દિવસ રાત્રિપણાને અને રાત્રિ દિવસપણાને પામે. તો પણ હિંસા કરવાથી સુકૃત થાય નહીં.” તેવું શાસ્ત્ર, દેવપૂજા, કુલક્રમ કે, તેવું પુણ્ય પણ કોઈ નથી કે, જેની અંદર પ્રાણુની હિંસા હેય. માટે બુદ્ધિમાન પુરૂષે દુર્જ
For Private And Personal Use Only