________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૪)
શ્રીકુમારપાળચરિત્ર.
બુદ્ધિ રાખવી તે સમ્યકત્વ જાણવું અને તેથી શુદ્ધદેવાદિરવરૂપ. વિપરિતબુદ્ધિ તે મિથ્યાત્વ કહેવાય.જેના રાગા
દિક સમગ્ર દેશે ક્ષીણ થયા હોય, ત્રણે લોકમાં પૂજ્ય, યથાર્થવાદી અને સર્વજ્ઞ એવા દેવ તો અહં ભગવાન જ છે અન્ય નથી. કામ, રેગ અને મોહથી ભરેલા, તેમજ ક્રોધની ચેષ્ટાઓ વડે ભયંકર અને ભક્તોને છેતરવામાં તત્પર એવા દે મુક્તિ માટે સમર્થ થતા નથી. ચારિત્રરૂપ લક્ષ્મીને ક્રીડા કરવાની વાપી–વાવસમાન, બ્રહ્મચર્ય પાળનાર અને શુદ્ધ ધર્મના ઉપદેશક એવા ગુરૂઓ મોક્ષદાયક થાય છે. વિષયમાં લોલુપ, નિર્દય, બ્રહાચર્યથી ભ્રષ્ટ, કલેશી, કષાયોનું સેવન કરનાર અને ધર્મના નાશકરનાર ગુરૂઓને નામ ધારીજ સમજવા. તેઓ હિતકારક થતા નથી. મુકિતરૂપ લક્ષમીને ચૂડામણિ, ચારગતિરૂપ શત્રુઓને પ્રતિકૂળ અને સર્વપ્રાણીઓને અનુકૂળ એ દયા મૂલધર્મ જીનેશ્વર એ માન્ય છે. જે હિંસામય ધર્મ મોક્ષ આપતો હોય તો પ્રાણીઓના જીવિત માટે વિષભક્ષણ કેમ ન થાય? જેમના ચિત્તરૂપી ઘરમાં હંમેશાં સભ્યત્વરૂપી દીવે અતિશય પ્રકાશ આપી રહ્યો છે તે પુરૂષને મિથ્યાત્વરૂપ અંધકારનો સમૂહ કઈ દિવસ બાધ કરતો નથી. જે મનુષ્ય અંતમુહૂર્ત સુધી પણ હૃદયમાં સમ્યક્ત્વ ધારણ કરે છે તેને સંસાર અપાઈ–અર્ધપુગલ પરાવર્ત થાય છે. જે પૂર્વકાલમાં કુકર્મવડે નરકાદિકનું આયુષ્ય ન બાંધ્યું હોય તે સમ્યક્ઝકારે સમકિતધારી પ્રાણું દેવતાની લક્ષ્મીને પ્રાપ્ત થાય છે. જીનેશ્વરભગવાન ચારિત્રથી પણ સમ્યક્ત્વને અધિક કહે છે. કારણ કે, “ચારિત્રહીન પ્રાણીઓ સિદ્ધ થાય છે અને સમ્યકત્વ વિનાના સિદ્ધ થતા નથી.” માટે હે પ્રાણીઓ છે જે તમે પોતાને મુકિત સ્ત્રી પ્રત્યે રૂચિ કરાવવાની ઈચ્છા કરતા હોવ તે હંમેશાં સમ્યક્ત્વરૂપ અલંકારવડે તમારા આત્માને સુશોભિત કરો. શમ, સંવેગ,
For Private And Personal Use Only