________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અથરતમાસ છે
પ્રથમ ધર્મનું સ્વરૂપ કહ્યું છે, હવે તેના ભેદ જણાવવાની
ઈચ્છાથી રાજગુરૂ-શ્રીહેમચંદ્રસૂરિએ ગુર્જર ધર્મપ્રરૂપણ. નાયક-શ્રી કુમારપાલનરેંદ્રને ઉદ્દેશી કહ્યું કે, મુનિ
અને શ્રાવકની અપેક્ષાએ બે પ્રકારને ધર્મ કહ્યો છે, હાણની માફક જે ધર્મને પામીને જ સંસારસમુદ્રને તરે છે એમાં સંશય નથી. તે બંનેમાં પ્રથમ પંચમહાવ્રતમય યતિધર્મ કહ્યો છે, ધીરપુરૂષોને મોક્ષનગરમાં જવાને જે ઘણે નજીકનો માર્ગ છે. બીજે શ્રાવકધર્મ પણ સમ્યક્ત્વમૂલક દ્વાદશ વ્રતમય કહ્યો છે, જીવને સભ્યત્વની પ્રાપ્તિ કેવીરીતે થાય છે તે જ્ઞાની પુરૂષોએ આગમમાં કહ્યું છે કે, આ જીવ અનાદિ છે અને કર્મ પણ પ્રવાહથી અનાદિ છે, સુવર્ણ અને માટીની માફક જીવકર્મને સંબંધ પણ અનાદિ છે. હવે તે કર્મ મૂલભેદને આશ્રીને જ્ઞાનાવરણુયાદિ ભેદવડે
આઠ પ્રકારનું છે અને ઉત્તરભેદને આશ્રીને એક કર્મવિભેદ. સો અઠ્ઠાવન (૧૫૮) પ્રકૃતિથી જોડાયેલું છે.
તેમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, વેદનીય અને અંતરાય એ ચારની ત્રીશ (૩૦) કેડાછેડી સાગરોપમ ઉત્કૃષ્ટસ્થિતિ હોય છે. મેહનીયની સીતેર (૭૦) કડાકોડી સાગરોપમ, નામ તથા શેત્રની વીશ(૨૦) કડાકોડી સાગરોપમ અને આયુષની તેત્રીશ (૩૩) કડાકડી સાગરેપમ ઉત્કૃષ્ટસ્થિતિ નારક તથા દેવલોકમાં હોય છે, પછી પર્વતમાંથી નીકળતી નદીના પથરાએ જેમ, પરસ્પર એક બીજાના અથડાવાથી પોતે જ ગળાકાર થઈ જાય છે, તેમ યથાપ્રવૃત્તિકરણ એટલે વૈરાગ્યરૂપ ઉદાસીનવૃત્તિથી
For Private And Personal Use Only