________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૦) શ્રી કુમારપાળચરિત્ર. ત્તિના વિનોદમાટે કૃત્રિમ-અનાવેલા પર્વતસમાન મનને આનંદ આપનાર હેટા જીનપ્રાસાદ બનાવ્યા, બાદ પુણ્યસારનરેંદ્ર પરલોકપ્રાપ્તિ માટે લક્ષ્મીને સ્થાપન કરતો હોય તેમ હંમેશાં દીનાદિક પ્રાણીઓને દાન આપવા લાગ્યું. તેમજ મેક્ષદ્વારના પ્રતીહાર–રક્ષક અને મોક્ષલક્ષ્મીના હૃદયમાં હારસમાન પંચપરમેષ્ઠીના નમસ્કારને પિતાના નામની માફક તે સ્મરણ કરવા લાગ્યો. એ પ્રમાણે પુણ્યને ઉપાર્જન કરતે, ન્યાયવડે ઉજ્વલયશને ફેલાવતા અને સુખસંપત્તિનો આસ્વાદ લેતા ભૂપતિ ચિરકાલ રાજ્યપાલક થયો. ત્યારબાદ ભૂપતિ અબ્ધક્રીડામાટે સ્વારી સાથે ઉપવનમાં
ગયે, ત્યાં સદ્ગુરૂનાં દર્શન થયાં, ગુરૂમહારાજે દીક્ષા ગ્રહણ લાભ જાણું ધર્મદેશનાનો પ્રારંભ કર્યો. તૃષા
તુરની માફક પોતે દેશના રસનું પાન કરવા લાગે. જેમકે, “મનુષ્યત્વાદિક સામગ્રી પામીને જે પોતાના હિતમાં પ્રમાદ કરે છે તે દુબુદ્ધિ અમૃતપાનની પ્રાર્થના કરવા છતાં વિલંબ કરે છે, વળી કેટલાક પુણ્યશાળી લેકે પોતાનું હિત સાધવામાં પ્રમાદ કરતા નથી. જેમકે –
गृहाऽऽशंसां मुक्त्वा , चरणभरमादृत्य सुचिर,
तपस्यन्तः सन्तः, क्वचिदपि वने दूरितजने । समाधिस्वःकुल्या-जलविगलिताऽशेषकलुषा
स्तदाप्तुं कैवल्यं, कतिचन यतन्ते सुकृतिनः ॥ १ ॥ “હે નરેંદ્ર? કેટલાક પુણ્યશાળી જીવે ઘરની આશા છે.ડી દઈ, લાંબો વખત વિશુદ્ધચારિત્રપાલી, કોઈપણ નિર્જન વનમાં તપશ્ચર્યા કરી, સમાધિરૂપ ગંગાના જળ વડે સમગ્ર પાપમલને દૂર કરતા છતા, અદ્ભુતકેવલજ્ઞાન માટે યત્ન કરે છે.” આ પ્ર
For Private And Personal Use Only