________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પસર્ગ.
(૩૫૯) નહીં કરવા બરાબર થાય છે. એ પ્રમાણે મુનિની વાણી સાંભળી સ્ત્રી સહિત પુણ્યસારે નિધિની માફક જીવદયામય શ્રાવકધર્મને સ્વીકાર કર્યો. પછી તે ચારણમુનિને નમસ્કાર કરી સ્વસ્થતા પૂર્વક ત્યાંથી ચાલતો થયે, પિતાના માતાપિતાના દર્શનમાં ઉત્સુક થયેલ પુણ્યસાર ગોપાગરિ નગરમાં ગયે. તેના પિતા ધનસાર અને રાજા વિગેરે તેના સ્વામા આવ્યા,
નગારાં નિશાન સાથે મહોત્સવપૂર્વક પુણ્યસાર કુટુંબસમાગમ. પિતાના ઘેર ગયે. વિરહથી સંતપ્ત થયેલ
પિતાની સ્ત્રીઓના ચિત્તને અકૃત્રિમ પ્રેમરસ વડે હંમેશાં સિંચન કરતે તે કુમાર આનંદપૂર્વક ગૃહસ્થાશ્રમ ચલાવતું હતું, ત્યારબાદ સમરસિહરાજાને પુત્ર નહોતે તેથી તેણે પોતાના સ્થાનમાં પુણ્યસારને સ્થાપન કર્યો. પોતે જ્ઞાની ગુરૂપાસે વૈરાગ્યભાવથી દીક્ષા લીધી, વિશુદ્ધચારિત્ર પાળી આ યુષ્ય પૂર્ણ કરી સમરસિહરાજર્ષિ સ્વર્ગલોકમાં ગયા. પછી પુણ્યસાર ભૂપતિએ વિશાલ સૈનિકેવડે ભૂમંડલમાં જય મેળવી રાજાઓના મસ્તક પર પુષ્પમાલાની માફક પિતાની આજ્ઞા સુખેથી સ્થાપના કરી. ગુણેથી જયેષ્ઠ એવી ગુણશ્રીને પટ્ટરાણ કરી, પતિ ઉપર સ્ત્રીઓની પ્રીતિ કલ્પલતા સમાન સુખદાયક થાય છે. કષ્ટીદિકના રક્ષણથી, નીતિના ઉપદેશથી અને પોષણ કરવાથી પણ પુયસારભૂપતિ પિતાની માફક પ્રજાને બહુ હિતકર થયે. ઉતમ પ્રકારના પ્રાપ્ત થયેલા આ વૈભવ વિગેરે દયાનું જ ફલ છે એમ જાણું તેણે પોતાના રાજ્યમાં અભયની ઉદ્દઘાષણ પૂર્વક જીવઘાતને નિષેધ કરાવ્યા. હું પૂર્વભવમાં ભિલ હતે છતાં પણ સુંદર દયાના પુણ્યથી અહીંયાં પણ ઇંદ્રની સંપત્તિ ભેગવું છું. એ પ્રમાણે દરેકને ઉપદેશ આપી પુણ્યસારભૂપતિ ધર્માચાર્યની માફક અન્ય રાજાઓને પણ દયાધર્મ પળાવતા હતા. પુણ્યસંપ
For Private And Personal Use Only