________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૮)
શ્રી કુમારપાળચરિત્ર. નિર્માયિક મહારી સ્ત્રીને આ અભિગ્રહ હું કહી સંભળાવ્યું. તે સ્ત્રીએ પણ ધર્મપરાયણ થઈ માંસ ભક્ષણને અભિગ્રહ-ત્યાગ કર્યો. પ્રાયે સતી સ્ત્રી પતિને અનુસરનારી હોય છે. ત્યારબાદ વનચરજીને પિતાના જીવની માફક જોતાં અને પિતાના નિયમનું પાલન કરતાં અમે બંને જણે બહુ સમય વ્યતીત કર્યો. છેવટે ભદ્રભાવ વડે હું મરીને દયાના પુણ્યથી દેવસમાન અતિશય સુખના એક પાત્રરૂપ મનુષ્ય જન્મ પામ્યો છું. દયાના જીવનરૂપ તે સ્ત્રીને મહારા વિરહથી પીડાયેલી મરીને કેઈપણ ઠેકાણે ઉત્પન્ન થઈ હશે તે હું જાણતો નથી, એથી હુને ખેદ થાય છે. એમ તે પુણ્યસાર કહેતા હતા તેવામાં ત્યાં આગળ પાપના નિવારક એક ચારણ મુનિ આકાશમાંથી ઉતર્યા, તેમને જોઈ આનંદ અને સ્ત્રીથીયુક્ત પુણ્યસાર રથમાંથી નીચે ઉતર્યા પછી તેણે વ્રતની મૂર્તિ સમાન તે મુનિને પ્રણામ કર્યો, મુનિએ ઉત્સાહથી કલ્યાણની રાશિસમાન આશીર્વાદ આપે, ત્યારબાદ પુણ્યસાર બેલ્યા, હે મુનીંદ્ર ? હારા પૂર્વભવની સ્ત્રી ક્યાં છે? આ પ્રશ્ન સાંભળી મુનીંદ્ર પોતાના જ્ઞાનથી જાણું કહેવા લાગ્યા, હે વત્સ ? બહુ પ્રીતિ ધરાવતી આ ગુણશ્રી હારી પૂર્વભવની સ્ત્રી છે. પુરૂષને વેષ પહેરી આ હારા નગરમાં આવી, અને તે ધીમ? મરણના વૃત્તાંતવડે તું એને પ્રાપ્ત થયે તે ત્વને યાદ છે? પૂર્વભવની પ્રીતિને લીધેજ અન્ય સ્ત્રીઓમાં ખાસ આ ગુણશ્રી તારાઓમાં રોહિણી ચંદ્રપર જેમ હારી પર વિશેષ પ્રીતિ રાખે છે, વળી પૂર્વભવમાં ગ્રહણ કરેલા જીવદયાના વ્રતથી પ્રાપ્ત થયેલા આ ઉત્તમ ફલને જોઈ આ ભવમાં પણ ત્યારે જીવદયાત્રત પાળવું. સર્વ પર દયા એજ પરમ આનંદ આપે છે, જેમ ચંદ્રની કાંતિથી જ કુમુદવન ખીલે છે. તેમજ શરીર સત્ છે પરંતુ તે ચિતન વિનાનું જેમ અસત્ થાય છે. તેમ દયા વિનાનું કરેલું પુણ્ય પણ પ્રાય
For Private And Personal Use Only