________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પસર્ગ.
(૩૫૭) અનન્ય સ્નેહને લીધે પોતાના શરીરવડે મૃગલીનું સ્વરૂપ ઢાંકીને દીનની માફક ભયભીત દષ્ટિએ હુને જેતો આગળ ઉભે રહો. આ સર્વ હકીકત જેઈને પણ નિર્દયતાને લીધે કૃતજ્ઞ સન્ક્રિયાને જેમ તે મૃગલીને હેં મર્મઘાતી બાણવડેવધિ નાખી, બાણ વાગતાની સાથે જ મૃગલી પૃથ્વી પર પડી, ઉદર ચીરાવાથી અંદરને ગર્ભ બહાર પડયે, મૃગલી તરફડીને મરણ પામી, મરેલી મૃગલીને જોઈ મૃગલાનું હૃદય પાકા ચીભડાની માફક પ્રીતિ અને ભયને લીધે તેજ વખતે ફાટી ગયું, જેથી તે પણ મરી ગયો. ત્યાં જઈ હું તપાસ કર્યો તે મૃગનું જોડલું મરી ગયું હતું અને કંઈક ચેતન્ય હોવાથી ગર્ભ પૃથ્વીપર તરફડતો હતો તે જોઈ હને અને મ્હારી સ્ત્રીને ઘણે પશ્ચાત્તાપ થયે, જેથી અહારૂં હદય બહુ બળવા લાગ્યું, અમે બંને જણે પિતાના તે કુકર્મને બહુ ધિક્કાર આપે. જન્મથી આરંભી કેઈસમયે ધર્માક્ષરરૂપશલાકાવડે મહારે કાન વીંધાયો નહોતો, છતાં પણ તે સમયે દૈવયોગે દયાભાવ સ્ફરવાથી મહને વિચાર થયો કે, શુદ્ધ બુદ્ધિવાળા પુરૂષો મૃગયાને પાપવૃદ્ધિ કહે છે તે સત્ય છે. જેની અંદર પ્રાણુઓને ઘાત કરનારી આવી અતિક્રૂરતા રહેલી છે. અહે? કેટલાક ઉત્તમ પુરૂ અપરાધી પ્રાણીઓને પણ ક્ષમા આપે છે, અને હું કે અનાર્ય ? નિરપરાધી પ્રાણીઓને પણ ઘાત કરૂ છું, એ મહાખેદની વાત છે. અહે? મહારી કેટલી મૂઢતા ? એકવાર તૃપ્તિને માટે હિંસા કરવાથી આ પ્રાણીઓને આખો જન્મ હું લોપુ છું, આજસુધી મહેં પ્રાણીઓનો નકામો વધ કર્યો, હવે આજથી જીવનપર્યત પ્રાણુ વધ કરવાનો મહારે નિયમ–ત્યાગ છે, તેમજ કંદમૂલ અને ફલાદિવડે પક્ષિની માફક પ્રાણેનું પોષણ કરતો હું કોઈ પણ દિવસ પાપને વધારનારમાંસનું ભક્ષણ કરીશ નહીં. એ પ્રમાણે અતિઉગ્ર અભિગ્રહ હેં લીધો, હારૂં હૃદય દયામય થઈ ગયું. મુનિની સ્થિતિ સમાન
For Private And Personal Use Only