________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇસર્ગ.
(૩૪૩). થવા માટે ધર્મ કાર્યની માફક મરણ ક્રિયા સાધુ છું, તમારે આ બાબતમાં કંઈપણુ મને કહેવું નહીં, એ પ્રમાણે પિતાના પરિવાર ને બંધ કરી ગુણશ્રીએ તત્કાલ નગરની બહાર શ્રીખંડચંદનની ચિતા તૈયાર કરાવી. સર્વપરિવારના નેત્રોમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી, ગુણશ્રી પોતાના પરિવાર સાથે પ્રધાન અશ્વપર બેસી ચિતાની પાસે ગઈ. તે સાંભળી મદનવતીના હૃદયમાં અગ્નિ વાલા પ્રગટ થઈ, શરીરમાં રોમેરોમ તીણ સેયની વેદના થવા લાગી, ધારા બંધ આંસુઓની વૃષ્ટિવડે વર્ષાકાલના મેઘના તરંગની માફક અતિ વિશાલ માર્ગને પણ પંકમય બનાવતી અને મુષ્ટિએના આઘાતવડે વક્ષસ્થલમાંથી પ્રાણેને કાઢતી હોય તેમ તે મદનવતી બહુ વિહૂલ થઈને તે જ વખતે ગુણશ્રીની પાછળ ચાલી. તે જોઈ રાજા, પ્રધાન વગ તેમજ રિકો પણ બહુ દુઃખી થઈ ગયા અને ગુણશ્રીને મરણથી નિવારવા માટે એકદમ ત્યાં આવ્યા. સમરસિંહરાજા મરણાભિમુખ ગુણશ્રી–ગુણચંદ્રને જોઈ બે
, વત્સ? સ્વજનવત્સલ? દુખીની માફક તું સમરસિંહનેઉપદેશ. અકસ્માતુ શા કારણથી મરવાને તૈયાર થયા છે?
ત્યારે કેઈપણ વસ્તુની શું ન્યૂનતા છે? અથવા કેઈએ તારું અપમાન કર્યું છે? કિવા હારા માતા પિત્રાદિકનું કંઈ અનિષ્ટ થયું છે? હારા દુઃખનું કારણ તું નિવેદન કર. આ શરીર આ લક્ષમી, આ સ્ત્રી, આ સ્વજન વર્ગ વિગેરે આ સર્વને ત્યાગ કરે તે તને ઉચિત નથી. વળી તું શાસ્ત્રસાગરને પારગામી છે, સર્વ કલાઓનો તું નિધાન ગણાય છે, અને પંડિતમાં પણ તું શિરોમણિ છે. છતાં તું આત્મઘાત કરવાને શામાટે તૈયાર થયે છે? તેનું કારણ તું કહે. એ પ્રમાણે રાજા અને નગરના લોકોએ ઘણુંએ પૂછયું પરંતુ ગુણશ્રીએ તે સમયે નિંદાના ભયથી પોતાના મૃત્યુનું કારણ જણાવ્યું નહીં.
For Private And Personal Use Only